કોલ્ડપ્લે માટે મેટ્રો રાત્રે 12:30 સુધી ચાલશે
દર 8 મિનિટે મળશે મેટ્રો!

અમદાવાદમાં 25-26 જાન્યુઆરીએ થનાર ઇન્ટરનેશનલ મ્યુઝિક કોન્સર્ટ કોલ્ડપ્લેને ધ્યાનમાં રાખી પ્રેક્ષકોનું ટ્રાન્સ્પોર્ટેશ સરળ બનાવવા માટે GMRCએ મેટ્રોને રાત્રે 12:30 કલાક સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
જ્યાં 8 મિનિટની ફ્રિક્વન્સીથી મેટ્રોની અવર-જવર રહેશે.
10 વાગ્યે કોન્સર્ટ પૂરો થનાર છે. માટે રાત્રે 12:30 સુધી પ્રેક્ષકો આરામથી મેટ્રોનો ઉપયોગ કરી શકશે.
મહત્વની નોંધ એ છે કે મોટેરા સ્ટેડિયમથી થલતેજ અને વસ્ત્રાલ તરફ જ મેટ્રો લંબાવેલ છે.
ગાંધીનગર તરફના રુટ રાબેતા મુજબ જ છે. તેમા કોઈ ફેરફાર નથી.