અમદાવાદમાં નવા 5 એમ્યુઝમેન્ટ પાર્ક!
મ્યુનિ. બનાવશે વસ્ત્રાપુર લેક જેવા એમ્યુઝમેન્ટ પાર્ક.

અમદાવાદના બોપલ, ગોતા, મોટેરા, વસ્ત્રાલ તથા લાંભા વોર્ડના તળાવો પાસે બનશે નવા એમ્યુઝમેન્ટ પાર્ક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના વસ્ત્રાપુર લેક પર જે રીતે લોકોના મનોરંજન માટે જેવો એમ્યુઝમેન્ટ પાર્ક બનાવ્યો છે. તેવા જ એમ્યુઝમેન્ટ પાર્ક અમદાવાદના વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવશે.
એમ્યુઝમેન્ટ પાર્કની અંદર મનોરંજન અપાવતી ગેમ્સ, રાઇડ્સ, બાળકોને લગતી પ્રવૃતિઓ તથા અન્ય રમત-ગમતની સુવિધાો લાવવામાં આવશે.
ઉપરાંત ઇલેક્ટ્રોનિક ગેમિંગની પણ સુવિધા મળી રહેશે.

શહેરના બોપલ, ગોતા, મોટેરા, વસ્ત્રાલ તથા લાંભા વોર્ડમાં આવતા તળાવો પાસે જ આ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આવશે. જેથી લોકોને તેમના ઘર વિસ્તારમાં જ મનોરંજન મળી રહે.
એમ્યુઝમેન્ટ પાર્ક જેવી જગ્યાઓ પર પહેલા બની ચૂકેલી આકસ્મિક ઘટનાઓ ન બને તે મુજબની ચોક્કસ પોલીસી અને નિયમોને અનુસરીને જ આવા એમ્યુઝમેન્ટ પાર્કનું કામકાજ શરૂ થશે.
એમ્યુઝમેન્ટ પાર્ક જેવી મનોરંજનની જગ્યાઓ પર કોઈ આકસ્મિક બનાવો કે દુર્ઘટનાઓ ન બને તેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એમ્યુઝમેન્ટ પાર્ક બનશે.
તમામ તકેદારીઓ સાથે કામ કરવા માટે ટૂંક સમયમાં એમ્યુઝમેન્ટ પાર્કના ટેન્ડર બહાર પાડવામાં આવશે.