યુનિ.ના હોસ્ટેલના હાલ બેહાલ!
ગુજરાત યુનિવર્સિટીના બોય્ઝ હોસ્ટેલની આ સ્થતિ!

ગુજરાત યુનિવર્સિટીમાં છોકરાઓની હોસ્ટેલની કફોળી સ્થિતી સામે આવી.
ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી, "ગુજરાત યુનિવર્સિટીના" હોસ્ટેલની કથળાયેલી સ્થિતી જોઈ ત્યાં રહેતા વિદ્યાર્થીઓની દયનીય પરિસ્થિતિ સમજાય છે.

અમદાવાદ મીડિયાના ગ્રાઉન્ડ રિપોર્ટ મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં A/B/C/D/E/F એમ 6 બ્લોક ધરાવતી છોકરાઓની હોસ્ટેલ છે. જેમાં વિધાર્થીઓના મેરીટને આધારે તેઓને હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવે છે.
અમદાવાદ મીડિયાએ જ્યારે હોસ્ટેલમાં રૂબરૂ જઈને ત્યાંની સ્થિતી તપાસી તો હોસ્ટેલના હાલ ખરેખર બેહાલ હતા.
વિધાર્થીઓને પડતી હાલાકી
1) પાણી આવવાની અનિયમિતતા (ગંદુ પાણી આવવું).
2) વોશરૂમ ખરાબ હાલતમાં ( ઘણા વૉશરુમમાં પાણી બેક આવે છે).
3) વોશરૂમમાં રાત્રિ દરમિયાન લાઇટની સુવિધા નથી.
4) વોશરૂમમાં દરવાજો બંધ કરવાની કુંડી નથી. વિધાર્થીઓએ પગનો ટેકો રાખી દરવાજો બંધ કરવો પડે છે.
5) બાથરૂમમાં પણ પગથી અવરોધ ઊભો કરી નાહવાની ફરજ પડે છે. ઉપરાંત પત્થરો રાખી દરવાજા બંધ કરવા પડે છે.
6) સાફ-સફાઇના નામ પર હોસ્ટેલ શૂન્ય
7) CCTVની કોઈ વ્યવસ્થા નથી.
8) ખાસ કરીને b-બ્લોકની હાલત ખુબ જ ખરાબ.
9) સિક્યુરિટીની ના બરાબર વ્યવસ્થા.

હોસ્ટેલમાં રહેતા વિધાર્થીઓએ ઘણી વાર કુલપતિને ફરિયાદ કરવાના પ્રયત્નો હાથ ધર્યા. પરંતુ કુલપતિ સુધી તેમને કોઈએ પહોંચવા જ નહીં દીધા. વચ્ચેથી જ સમજાવીને પાછા મોકલી દીધા.
ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલની સ્થિતી સુધરે તથા હોસ્ટેલમાં રહેતા વિધાર્થીઓને જરૂર મુજબની સુવિધા મળવી જ જોઈએ.