2025થી બીટા જનરેશનનો દૌર ચાલુ થશે
જેન આલ્ફા બાદ હવે જનરેશન બદલાઈ!
.png)
2025માં જન્મેલા બાળકો જનરેશન બીટા કેહવાશે.
હાલ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેલું જેન-ઝી બાદ જેન આલ્ફા અને હવે ઝેન બીટા...
સોશિયલ રિસર્ચર માર્ક મેકક્રિન્ડલે વિવિધ પેઢીને નામ આપ્યા હતા.
જે મુજબ તેઓએ આ મુજબ તેમને નામ આપીને વર્ગીકૃત કરેલ હતા.
➡1981-1996 = મિલેનિઅલ્સ
➡1996-2010 = જેન-ઝી
➡2010-2024 = આલ્ફા જનરેશન
➡2025-2039 = બીટા જનરેશન
જ્યાં હવે પછી આવતી કાલથી 2025માં જન્મેલ બાળકો બીટા જનરેશનના ગણવામાં આવશે.
મેકક્રિન્ડલે તેમના લેખોમાં લખ્યું હતું કે આલ્ફા જેનના સમયમાં સ્માર્ટ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વિકાસ થશે.
અને ત્યાર બાદ જ્યારે બીટા જેનના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ અને ઓટોમેશનનો વિકાસ થશે. તથા આ જનરેશને શહેરીકરણ તથા ક્લાઇમેટ ચેન્જ જેવા પડકારનો સામનો કરવો પડશે.
માત્ર આટલું જ નહીં જનરેશનના વર્ગીકરણમાં 1981 પહેલાની જનરેશનને પણ આવરી લેવાઈ હતી.