લોકોને કાયદાની બીક રહી નથી ?
શહેરમાં 24 કલાકમાં 2 હત્યાના બનાવ!

અમદાવાદમાં લોકોને કાયદાની બીક નથી રહી! 24 કલાકમાં બે હત્યાના બનાવ
➤ ગઈકાલે 20 જાન્યુઆરી વેજલપુર વિસ્તારમાં મલાવ તળાવ પાસે રજવાડું હોટેલ પાછળ સાંજના સમયે 2 મિત્રોએ મળીને અન્ય મિત્રની હત્યા કરી.
મૃતકનું નામ જીગ્નેશભાઈ મેરૂભાઈ સરગડા જાણવા મળી રહ્યું છે. જ્યાં તેના જ બે મિત્ર સૂરજ અને જાંબુ નામના બે યુવક જે મૃતકના મિત્ર હતા. જેમણે અંગત અદાવતને લીધે જીગ્નેશને મોતને ઘાટ ઉતાર્યો.
પોલિસે વધુ તપાસ કરતાં જીગ્નેશ અગાઉ ચેઇન સ્નેચિંગ કેસમાં સંડોવાયેલ હતો.
➤ અન્ય હત્યાની ઘટનામાં શાહીબાગમાં હોળી ચકલા પાસે એક રિક્ષાચાલક યુવકની હત્યા.
રિક્ષાચાલકનું નામ વિશાલ પટ્ટણી જાણવા મળી રહ્યું છે.
તેના પરિવાર જનોનો આક્ષેપ છે કે તેની હત્યા ચાઈનાગેંગ દ્વારા કરવામાં આવી છે.
ઘટના સ્થળની બાજુમાં જ પોલીસ ચોંકી. આરોપીઓ પકડાય પછી જ પરિવાર મૃતદેહ સ્વીકારશે તેવી તંત્રને ચીમકી.