અમદાવાદ મેટ્રોમાં જોવા મળી દિલ્લીવાળી!
Updated on 29-11-2024 14:57
ચાલુ મેટ્રોમાં જાહેરમાં યુવક હસ્તમૈથુન કરતાં પકડાયો!
હવે અમદાવાદમાં પણ દિલ્લીવાળી!
28 નવેમ્બર, ગઈ કાલે સવારથી અમદાવાદ મેટ્રોનો એક વિડીયો ખૂબ ચર્ચામાં રહ્યો હતો, ગઈ કાલે સવારમાં મેટ્રોમાં મુસાફરી દરમિયાન એક યુવક ચાલુ મેટ્રો ટ્રેનમાં જાહેરમાં હસ્તમૈથુન કરી રહ્યો હોય એવું વિડીઓમાં સામે આવ્યું હતું.
દિલ્લી મેટ્રોમાં આવા અશ્લીલ ચેનચાળાના કિસ્સા અવાર નવાર સામે આવતા હોય છે, પણ અમદાવાદના પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં પણ આવું! એ પણ જ્યાં આસપાસ લોકો બેઠેલા જોવા મળી રહ્યા છે.
અમદાવાદ મેટ્રોમાં કાલુપુરથી થલતેજ જતી મેટ્રો TEB 008 કોચ L-4 જેમાં એક યુવક અશ્લીલ હરકતો કરતો જોવા મળ્યો. ત્યાં સાથે મુસાફરી કરી રહેલા એક જાગૃત વ્યક્તિએ તે ઘટનાનો વિડિયો ઉતારી મેટ્રો ઓથોરીટી અને મીડિયાને પહોંચાડ્યો હતો.
વિડિયો વાયરલ થયા બાદ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દોડતું થઈ ગયું હતું, જે બાદ તાત્કાલિક યુવકની ઓળખ કરી તેને ઝડપી લેવામાં આવ્યો હતો. આ વિકૃત યુવકને તપાસ માટે વસ્ત્રાપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો. જેનું નામ મયંક નાઈ જાણવા મળી રહ્યું છે, જે મૂળ મહેસાણાનો રહેવાસી છે, જે અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં સફાઇકર્મી તરીકે કામ કરે છે.
આ યુવક માનસિક રીતે સ્વસ્થ ન હોવાની માહિતી પણ પ્રાપ્ત છે. આ યુવક પાસે ભારત સરકારનું મનોદિવ્યાંગતાનું સર્ટિફિકેટ પણ મળી આવ્યું છે.
GMRCના ડેપ્યુટી જનરલ મેનેજર દ્વારા હાલ આ યુવક સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં BNS 296 અને GP એક્ટ 110 અને 117 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.