મહાકુંભમાં અમદાવાદીઓનો જમાવડો!
Updated on 25-01-2025 16:11
29મીના શાહીસ્નાન માટે બુકિંગ હાઉસફુલ

મહાકુંભના શાહી સ્નાન માટે અમદાવાદથી 500 બસો ઉપડ્શે. બધી જ મોટે ભાગે હાઉસફુલ
29મી તારીખે થનાર શાહી સ્નાન માટે ગુજરાતની ટ્રેન અને ફ્લાઇટ્સ હાઉસફુલ થતાં ગુજરાતના ટુર સંચાલકોએ ખાનગી લકઝરી બસો દોડાવવાના પેકેજ જાહેર કર્યા છે.
એક તરફ મહાકુંભ અને બીજી તરફ લગ્નગાળો જેથી ખાનગી બસો મળવી પણ મુશ્કેલ લાગે છે. જેથી બસના ભાવ આસમાને છે.
➤ મહાકુંભ માટે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાંથી 300 જેટલી લકઝરી બસો નિયમિત રીતે પ્રયાગરાજની યાત્રા કરી રહી છે. પરંતુ 29મીના શાહીસ્નાન માટે 500 જેટલી બસોનું બુકિંગ થઈ રહ્યું છે. મોટા ભાગની બસો પેક છે.
➤ પ્રયાગરાજથી 200 કિમીના વિસ્તારમાં હોટેલ, ધર્મશાળાઓ તથા હોમસ્ટે બધુ જ ફૂલ થઈ ગયું છે.
➤ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા 27મીથી શરૂ કરવામાં આવનાર GSRTC વોલ્વો બસ પણ ગણતરીના કલાકોમાં હાઉસફૂલ
➤ રેલ્વે તંત્ર દ્વારા અમદાવાદથી ઊપડતી 3 સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવ્યા છે. સાબરમતી-બનારસ-સાબરમતી સ્પે. ટ્રેન(09413/09414)માં સાબરમતીથી 5, 9, 14,18 ફેબ્રુઆરી, વારાણસીથી 6, 10, 15, 19 ફેબ્રુ.ના બેએસી 3 ટાયર, બે સ્લીપર ક્લાસ, સાબરમતી- બનારસ-સાબરમતી(09421/09422)માં સાબરમતીથી 26 જાન્યુ., વારાણસીથી 27 જાન્યુઆરીના બે એસી 3 ટાયર-બે સ્લીપર ક્લાસ, અમદાવાદ-જંધઈ-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનમાં અમદાવાદથી 5, 14, 15, 18, 19, 26 ફેબ્રુ.ના, જંઘઈથી 7, 16, 17, 20,21, 28 ફેબ્રુ.ના બે એસી 3 ટાયર-બે સ્લીપર ક્લાસના વધારાના કોચ ઉમેરાશે.
સનાતન ધર્મના લોકોની શ્રદ્ધાનું ઉત્તમ ઉદાહરણ મહાકુંભમાં આવેલા શ્રદ્ધાળુઓ સિવાય બીજું કઈ ન હોય શકે.