મહાકુંભમાં નાસભાગ! ઘણાના મોત
10 કરોડ લોકો શાહી સ્નાન માટે પ્રયાગરાજમાં હાજર છે!

પ્રયાગરાજમાં આયોજિત પવિત્ર મહાકુંભ મેળામાં મોટી સંખ્યામાં ભાગદોડની ઘટના! ઘણાના મોતની આશંકા
આજ રોજ 29 તારીખને મૌની અમાસનું શાહી સ્નાન હતું. પરંતુ ગઈ કાલે રાત્રે મહાકુંભના ઘાટ પર મોટી માત્રામાં ભાગદોડ થઈ અને જેના લીધે ઘણા લોકો ઘાયલ થયા અને ઘણાના મૃત્યુ થયાનો અહેવાલ સામે આવ્યો છે.
ગઈકાલે રાતથી જ પ્રયાગરાજમાં 10 કરોડથી વધુ લોકો શાહી સ્નાન માટે આવ્યા છે. પરંતુ ભીડ વધતાં લોકો બેરીકેટ કૂદીને આવવા-જવા લાગ્યા જેથી ભાગદોડ થઈ હતી તેવું તંત્ર તરફથી જણાવવામાં આવ્યું હતું.

અચાનક આવી મોટી સંખ્યામાં ભાગદોડ થતાં અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે અને 15થી વધુ લોકોના મોતની ખબર મળી રહી છે.
પ્રસાશન દ્વારા તમામ ગતિવિધિઓ પર નિયંત્રણ હોવા છત્તા આવી ધટના બની!

અગાઉ પણ કુંભમેળામાં આવી જ ઘટનાઓ બનેલી છે જેમાં ઘણા લોકોએ પોતાના જીવ ઘુમાવ્યા છે.
➤ 1954 : ભારતની આઝાદી બાદ પ્રથમ વખત 1954મા પ્રયાગરાજ ખાતે કુંભમેળાનું આયોજન થયું હતું. જ્યાં 3 ફેબ્રુઆરીના દિવસે મૌની અમાસના સ્નાનમાં આવી જ ઘટના બની હતી જેમાં 800 લોકોના નદીમા ડૂબી જવાથી અથવા ભીડમાં કચડાવાથી મોત થયા હતા.
➤ 1986 : હરિદ્વારમા યોજાયેલા કુંભમેળામા તે વખતના મુખ્યમંત્રી વીર બહાદુર સિંહ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ આવતા ઘાટ પર આવતી ભીડ રોકવાને લીધે ભાગદોડ થઈ હતી. જેથી 200 જેટલા લોકોના મૃત્યુ થયા હતા.
➤ 2003 : નાસિકમાં યોજાયેલા કુંભમેળામા આજ પ્રકારની દુર્ઘટના થઈ હતી. જેમાં 39 જેટલા શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા હતા અને 100થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
➤ 2010 : 14 એપ્રિલ 2010માં હરિદ્વારમા યોજાયેલ કુંભમેળામાં સાધુઓ અને ભક્તો વચ્ચે અથળામણ થતાં નાસભાગ થઈ હતી. જેમાં 7ના મોત અને 15 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
➤ 2013 : અગાઉ અલ્હાબાદ રેલ્વેસ્ટેશન પર ફૂટઓવર બ્રિજની રેલિંગ પડતાં નાસભાગ થતાં 42 લોકોના મોત નિપજ્યાં હતા.
➤ 2025 : અને આ તમામ ઘટના બાદ 2025માં આજ રોજ આવી ઘટના બની છે. જેમાં 15થી વધુના મોતની આશંકા છે તથા અનેક લોકો ઘાયલ થયા છે.
પ્રસાશનને ઘટનાના પ્રતિસાદ રૂપે તાત્કાલિક કામ શરૂ કર્યું હતું. અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાનું કામ શરૂ કર્યું હતું.
13 અખાડાએ આજના શાહી સ્નાનમા ભાગ લેવા પર રોક લગાવી! તેઓ અગાઉ પસંત પંચમીના દિવસે શાહી સ્નાન કરશે.
➣ અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ થોડા સમય પહેલા ભારતના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે હતા. ત્યારે તેઓએ એક સભા સંબોધનમાં લોકોને કુંભ જવાની અપીલ કરી હતી. કે આવો પવિત્ર સમય અત્યારે જીવિત લોકોના જીવનમાં ફરીથી નહીં આવે.
જો ગૃહમંત્રી તરફથી કરાયેલ અપીલ પર ભરોસો કરીને જતી જનતાને ત્યાં આ પ્રકારની ઘટનાનો સામનો કરવો પડે તો સામાન્ય નાગરિકોની સુરક્ષા પર પ્રશ્ન ઊભો થાય છે.