મહેનતનું વાસી ફળ આને કહેવાય?
પોલીસકર્મીઓને કોલ્ડપ્લેમાં વાસી લંચપેક અપાયા હતા!

મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાન 3 હજારથી વધુ પોલીસકર્મીઓને વાસી ખાવાનું અપાયું
હાલ ખૂબ જ ચર્ચામાં રહેલ કોલ્ડપ્લે ઇન્ટરનેશનલ કોન્સર્ટ જેમાં 2.5 લાખથી વધુ પ્રેક્ષકો 2 દિવસમાં ઉમટ્યા હતા. જ્યાં તમામ લોકોએ મ્યુઝિક કોન્સર્ટંની મજા માણી પરંતુ આ 2.5 લાખ લોકોની સુરક્ષા માટે બંદોબસ્તમાં મુકાયેલા 3000 જેટલા પોલીસ કોન્સ્ટેબલ અને પી.એસ.આઈ કક્ષાના પોલીસકર્મીઓને વાસી લંચપેક અપાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. જેમાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ તેઓથી ઉપરની કક્ષાના અધિકારીઓએ સ્ટેડિયમની અંદરના VVIP લોન્જમાં લંચ અને ડિનર લીધું હતું. જ્યાંરે ખરી મહેનત કરતાં અને ખડે પગે રહેલા પોલીસકર્મીઓ સાથે આવું વર્તન કરવામાં આવ્યું.
આ પ્રકારના બંદોબસ્ત માટે પોલીસકર્મી વેગેરેની ખાવા-પીવાની વ્યવસ્થા પોલીસ પ્લાનિંગ એડમીન ડિપાર્ટમેંન્ટ કરતું હોય છે.