એમ. જે લાયબ્રેરીનું ખાસ બજેટ!
સ્પર્ધાત્મક પરીક્ષાના વિધાર્થીઓ માટેનું બજેટ.

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં સ્થિત એમ.જે લાયબ્રેરીનું ખાસ બજેટ તૈયાર.
બજેટ ખાસ એટલા માટે છે કેમ કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિધાર્થીઓને ધ્યાનમાં રાખી આ બજેટનો ઢાંચો તૈયાર કરવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ ચાલતી એમ.જે લાઈબ્રેરીના ગ્રંથપાલ દ્વારા વર્ષ 2025-2026 માટે ₹20 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
બજેટમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિધાર્થીઓ માટે તમામ મોડ્યુલ ઉપલબ્ધ કરી શકાય તે માટે ₹20 લાખ, વાંચનના કાર્યક્રમો માટે ₹3 લાખ, સાંસ્કૃતિક પ્રવૃતિ માટે ₹75 લાખની ફાળવણી કરાઈ છે.
લાયબ્રેરીને વિધાર્થી સાનુકૂળ બનાવવા ₹60 લાખ તથા તેને અપગ્રેડ કરવા ₹10 લાખની ફાળવણી કરાઈ છે.
દિવ્યાંગ વિધાર્થીઓના સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ₹2 લાખની ફાળવણી થઈ છે.

વિવિધ પ્રકારના પુસ્તકો અને ડેટાબેઝ તથા સભાસદોના ડેટા માટે ₹30 લાખ ફાળવાયા છે.
ઉપરાંત ટેકનોલોજીના તાલ-મેલ માટે ઇ-રિસોર્સની સુવિધા ઉપલબ્ધ કરવા માટે ₹5 લાખ તથા ગાંધી સાહિત્યને એઆઈ બેઝ ટેકનોલોજીથી જોડવા અને તેને જીવંત સ્વરૂપમાં પ્રસ્તુત કરવા માટે ₹20 લાખનું બજેટ તૈયાર કરાયું છે.
આ ઉપરાંત દુર્લભ પુસ્તકોના ડિજીટ્લાઇઝેશન માટે ₹13 લાખ અને માહિતીની વિઝ્યુઅલ પ્રસ્તુતિ(ડોક્યુમેન્ટ્રી) બનાવવા ₹5 લાખની જોગવાઈ કરવામાં આવી છે.
આ બજેટથી અને તેના બાદ મળનાર સુવિધાથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિધાર્થીઓને ઘણો ફાયદો થશે. અને વાંચન માટે અહિં આવનાર વિધાર્થીઓની સંખ્યામાં સંભવત વધારો થશે.