લોથલમાં રિસર્ચ માટે આવેલ છાત્રાનું મોત!
ઊંડા ખાડામાં માટીની ભેખડ ઘસી પડતાં બે મહિલા મલબામાં દટાઈ ગઈ હતી!
અમદાવાદ જિલ્લાના ધોળકાથી 45 કિલોમીટરના અંતરે આવેલ લોથલ જે હડપ્પા સંસ્કૃતિનું નગર છે. ત્યાં થઈ એક છાત્રાની મોત.
લોથલએ પૂરાતત્ત્વીય વિભાગ હસ્તગત રહેલું હડપ્પા સંસ્કૃતિનું નગર છે. જ્યાં ગઈ કાલે IIT દિલ્લી અને IIT ગાંધીનગરમાંથી રિસર્ચના હેતુથી 4 સભ્યોની ટીમ આવી હતી.
આ ટીમમાં 4 મહિલા સભ્યો હતી જે અહિં આવી રિસર્ચ કરી રહી હતી. લોથલ એક પૌરાણિક નગર છે; જ્યાં હાલ એક હેરિટેજ મેરીટાઈમ મ્યુઝીયમ બનાવવાની કામગીરી ચાલી રહી છે.
ત્યારે IIT દિલ્લી અને IIT ગાંધીનગરથી રિસર્ચ માટે 4 મહિલા સભ્ય અહિં આવ્યા હતા. જ્યાં રિસર્ચ દરમિયાન 3 મહિલાઓ માટીના સેમ્પલ લેવા સવારે લગભગ 10.45 થતાં ઊંડા ખાડામાં ઉતરી હતી અને 1 મહિલા ખાડાની બહાર ઊભી હતી.
આ સમયે અચાનક અહિંથી માટીની ભેખડ ઘસી અને તેમની ઉપર પડી; આ સમયે 3 માંથી 1 મહિલાએ ખાડાની બહાર ઉભેલી મહિલાનો હાથ પકડી લેતા તેમને સરળતાથી બહાર ખેંચી લેવાયા. પણ બાકીની બે મહિલા ભેખડ નીચે દબાઈ ગઈ હતી.
આવો અકસ્માત સર્જાતાં 11 વાગ્યે ફેદરા ગામની 108, કોઠ-બગોદરા પોલીસ, ધોળકા ફાયર બ્રિગેડ ત્યાં દોડી આવ્યા! સાથે સ્થાનિક લોકો પણ મદદમાં લાગી ગયા હતા. જ્યાં બપોરે 1 વાગ્યા સુધી બચાવ કાર્ય ચાલુ રહ્યું.
મોટી જેહમત બાદ બંને મહિલાઓને આમાંથી બહાર નીકાળવામાં આવી! જેમાં સુરભિ વર્મા નામની છાત્રાનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું, જ્યાં બીજી મહિલા યામાં દીક્ષિતને ગંભીર ઇજા થઈ હતી અને શ્વસનમાં તકલીફ થતી હોવાથી સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.