ડૉ. બાબાસાહેબની મૂર્તિ ખંડિત કરનારની ધરપકડ
Updated on 25-12-2024 16:49
પોલીસ ધ્વારા આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું.
.png)
શહેરના ખોખર વિસ્તારમાં જયંતી વકીલની ચાલીની બહાર તારીખ 22 ડિસેમ્બરની મોડી રાત્રે અમુક અસામાજિક તત્ત્વો દ્વારા બંધારણના ઘડવૈયા ડો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું નાક અને ચશ્મા તોડી નાખવામાં આવ્યા હતા.
આ જોઈ ખોખરા વિસ્તારમાં ઘટનાનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. અને વિરોધ કરનાર લોકોનું કહેવું હતું કે આવું કૃત્ય કરનારની 24 કલાકની અંદર ધરપકડ કરવામાં આવે નહિતર અમદાવાદ બંધની ચિમકી અપાયી હતી.
.gif)
ત્યાર બાદ ગુન્હો દાખલ થઈ 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી અને અન્ય 3 ફરાર છે. જ્યાં જાણવા મળ્યું કે નાડીયા સમાજ અને ઠાકોર સમાજની અદાવતના લીધે ઠાકોર સમાજના લોકોએ આ કૃત્ય કર્યું હતું.
ત્યાર બાદ અમદાવાદ પોલીસ દ્વારા આ 2નું સરઘસ કાઢવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
.gif)
ત્યાર બાદ તાત્કાલિક ધોરણે ડો. બાબાસાહેબ આંબેડકરની નવી પ્રતિમા સ્થાપવામાં આવી.