બલૂનની જગ્યા પર કાંકરિયામાં બનશે કેન્ડી વર્લ્ડ!
બલૂન પ્રોજેક્ટ રિવરફ્રન્ટ પર શિફ્ટ થઈ શકે!

કાંકરિયામાં 2018માં શરૂ થયેલ બલૂન એડવેન્ચર હાલ ઠપ! તેના સ્થાને ત્યાં કેન્ડી વર્લ્ડ જેવો પ્રોજેક્ટ ઊભો થાય તેવી શકયતા.
કાંકરિયા લેકફ્રન્ટ પર અગાઉ શરૂ કરાયેલ હીલિયમ બલૂન એડવેન્ચર પ્રોજેક્ટ તે સમયે ખૂબ જ ચર્ચિત અને લોકપ્રિય બન્યો હતો. કારણ કે તેમા રાઈડ કરવાથી સમગ્ર અમદાવાદને ઉપરથી નિહાળી શકાતું હતું.

પરંતુ એક વાર તે ત્યાંજ વૃક્ષ સાથે અથડાતાં તે વાપરવા યોગ્ય ન હતું. ત્યાર બાદ ફરી 2021 આસપાસ તાઉતે વાવાઝોડાના કારણે તેને ભારે નુકશાન આવ્યું હતું. ત્યાર બાદ તે ફરી જનતા માટે ખુલ્લુ મુકાયું ન હતું.
આવા નુકશાન બાદ તેને ફરી વપરાશમાં લેવા તેમા હીલિયમ ગેસ રિફિલ કરાવવો પડતો હોય છે. જેનો ખર્ચ ₹50 લાખ જાણવા મળ્યું છે. જેથી કોઈ કોન્ટ્રેક્ટર રસ દાખવી રહ્યું નથી.
ઉપરાંત રીક્રીએશન કમિટીના જણાવ્યા મુજબ કાંકરિયા લેકફ્રન્ટ પરનો હવાનો વેગ બલૂન એડવેન્ચર માટે યોગ્ય નથી. તેથી તે પ્રોજેક્ટને યોગ્ય સ્થળે સ્થળાંતર કરાવાશે.
કાંકરિયા બાદ રિવરફ્રન્ટ પર આ હીલિયમ બલૂનનો પ્રોજેક્ટ શરૂ થાય તેવી ચર્ચા વેગ લઈ રહી છે. પરંતુ તમામ યોગ્ય સ્થળોની ચકાસણી અને હવાના પ્રમાણ વગેરેને ધ્યાનમાં રાખી નવી જગ્યા નક્કી કરાશે.

ઉપરાંત કાંકરિયા બલૂન એડવેન્ચરની જગ્યાએ ત્યાં કેન્ડીવર્લ્ડ જેવો પ્રોજેક્ટ બને તેવી સંભાવના.