રિવરફ્રન્ટ પર ઘર બનાવવાની પરમીશન ગ્રાન્ટેડ!
મ્યુનિ.એ નિયમોમાં ફેરફાર કર્યા!
.png)
રિવરફ્રન્ટ પર હવે મકાનો બનશે.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને નદીના પટમાં આવેલા પ્લોટના વેચાણોમાં અમુક ચોક્કસ પ્લોટ માટેના નિયમોમાં ફેરફાર કર્યા.
રિવરફ્રન્ટ પર પ્લોટના વેચાણ અથવા લીઝ પર આપવા બાબતે મ્યુનિ. તલપાપડ જોવા મળી રહી છે. જેથી ઘણા નિયમો અને શરતોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને નદીના પશ્ચિમ કિનારા પર કેશવનગર પાસેના પ્લોટમાં તથા પૂર્વ કિનારા પર લેમન ટ્રી હોટેલની પાછળના ભાગમાં પ્લોટને વહેચવા શરતી ફેરફાર કર્યા છે. જ્યાં દુકાનો તથા ઓફિસો સિવાય મકાનો પણ બનાવી શકાશે.
કેશવનગર પાસેના વાડજમાં સર્વે નંબર 679માં પ્લોટ માટેની બેઝ પ્રાઇસ ચોરસ મીટર દીઠ 21,691 નક્કી કરવામાં આવી છે. જ્યાં બિલ્ટઅપ એરિયા 59,384 ચોરસમીટર છે. આ મુજબ મ્યુનિ.ને ₹128 કરોડથી વધુની આવક મળશે. જ્યાં લેમન ટ્રી પાસે 3045 ચોરસ મિટરના પ્લોટ પર 41,385 ચોરસ મીટર બિલ્ટઅપ એરિયા નક્કી કરાયો છે. જ્યાં પ્રતિ ચોરસ મીટર 20,833ની બેઝ પ્રાઇઝ નક્કી કરવામાં આવી છે. જેનાથી મ્યુનિ.ને વધુ ફાયદો થશે.
આ ફેરફાર બાદ મ્યુનિ.ને અંદાજિત ₹210 કરોડથી વધુનો લાભ થવાની શક્યતા છે.
રિવરફ્રન્ટ પર મકાનો બન્યા બાદ લોકો ઘરથી રિવરવ્યુંની મજા માણી શકશે.