કાંકરિયા કાર્નિવલ 2024નો પ્રારંભ
ટ્રાફિક નિવારણ માટે પોલીસનું જાહેરનામું બહાર પડ્યું.
.png)
કાંકરિયા કાર્નિવલની 2024ની આજથી શરૂઆત.
અમદાવાદ પોલીસનું જાહેરનામું તથા કાર્નિવલમાં મુલાકાતે આવનાર લોકો માટે જાણવા જેવુ.
25થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલની લ્હાણી માણવા આવનાર જનતાને ટ્રાફિક કે પાર્કિંગ વેગેરેની તકલીફ્ ન પડે તે માટેનું આ જાહેરનામું છે.
.png)
કાર્નિવલના પ્રારંભથી જ ભારે વાહનો પર પ્રતિબંધ, તથા વૈકલ્પિક રુટ જાહેર કરવામાં આવ્યા જેથી અવર-જવર કરતાં લોકોને તથા કાર્નિવલની મજા માણવા આવેલા લોકોને મુશ્કેલી ન પડે.
કાંકરિયા તળાવ ફરતે ટુ વ્હીલરથી ઉપરનાં કોઈ પણ પ્રકારનાં વાહનો સ્ટોપ થઈ શકશે નહીં, યુ ટર્ન લઈ શકશે નહીં, કે કોઈપણ પ્રકારનું પાર્કિંગ કરી શકશે નહીં.
કાંકરિયા ચોકી ત્રણ રસ્તા થઈ રેલ્વે યાર્ડ થઈ ખોખરા બ્રિજ, દેડકી ગાર્ડન, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ ચાર રસ્તા, મચ્છી પીર ચાર રસ્તા થઈ પુષ્પકુંજ સર્કલ થઈ અપ્સરા સિનેમા ચાર રસ્તા થઇ ફુટબોલ ચાર રસ્તા થઈ લોહાણા મહાજનવાડી થઈ પરત કાંકરિયા ચોકી સુધીના સર્કલ ઉપર તેમજ સમગ્ર કાંકરિયા તળાવ ફરતે ટુ વ્હીલરથી ઉપરના કોઈ પણ પ્રકારનાં વાહનો સ્ટોપ થઇ શકશે નહીં.
સમગ્ર કાંકરિયા તળાવ ફરતે સર્કલ રોડ ટુ લેનમાં હોવા છતાં કોઈ પણ જગ્યાથી યુ ટર્ન લઇ શકાશે નહીં. આ સમગ્ર વિસ્તારને ‘નો યુ ટર્ન’ ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે.
સવારે 8 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી તમામ પ્રકારના ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મુલાકાત માટે આવેલા લોકોને મુશ્કેલી ન પડે તેવું આયોજન કરાયું છે. આ કાર્નિવલમાં પબ્લિક સુરક્ષાને ધ્યાનમાં રાખી 2 ડીસીપી, 6 એસપી સહિત 1300 જેટલા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત કરાવાયો છે.
આ કાર્નિવલનું આયોજન 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કરવામાં આવ્યું છે. જ્યાં અંદાજિત 22 લાખ લોકો આ દિવસોમાં અહિં મુલાકાતે આવશે તેવું અનુમાન છે.
જેના પગલે સુરક્ષાના ભાગ રૂપે કાંકરિયા કાર્નિવલમાં આવનારા લોકો માટે 5 હજાર કરોડનો વીમો ઉતરાવાયો છે. જે 1 લાખ વ્યક્તિ માટે પ્રતિ વ્યક્તિ 5 લાખનો વીમો ઉતરાવાયો છે.
આજ રોજ મુખ્યમંત્રીના હાથે આ કાર્નિવલનું ઉદ્ઘાટન થશે. જેનું આયોજન વિકસિત ભારત થીમ પર કરાયેલ છે. આ સાથે અત્રે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ 1000 બાળકો એક સાથે ચોકલેટ ખાઈને રેકોર્ડ બનાવશે તેવી રીતે વર્લ્ડ રેકોર્ડ બનાવીને નામ નોંધાશે.
સાથે સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન.