થલતેજના ટાઈટેનિયમ સ્ક્વેરમાં આગ
C વીંગનો 9-10-11મો માળ બળીને રાખ થયો!
.gif)
શહેરમાં વધુ એક આગનો બનાવ! થલતેજના ટાઈટેનિયમ સ્ક્વેરના C વીંગમાં ગઈ કાલે રાત્રે 3 વાગ્યે લાગી ભીષણ આગ.
બિલ્ડિંગના 9, 10 અને 11માં માળ પર લાગી હતી આગ. આગ લગવાનું કારણ હજી માલૂમ પડ્યું નથી.
આગ લાગવાની જાણ થતાં જ ફાયર સેફટીની 28 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી. 3 કલાકની ભારે જેહમત બાદ આગ કાબૂમાં આવી.
સદનસીબે કોઇ જાનહાનિ બની નથી.