ઇન્કમટેક્સ અંડરપાસ 10 દિવસ બંધ!
રિપેરીંગ અર્થે એક તરફનો માર્ગ બંધ રહેશે.

2 ફેબ્રુઆરીથી 10 દિવસ સુધી ઇન્કમટેક્સનો એક તરફનો રસ્તો બંધ કરાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટોર્મ વોટર ડ્રેનેજની જાળી અને આસપાસની દીવાલ રિપેર કરવા માટે વારા ફરથી 5-5 દિવસ એમ-એક તરફનો રસ્તો બંધ કરવામાં આવશે.
વાહનચાલકો ઇન્કમટેક્સ અંડરપાસ સિવાય વૈકલ્પિક રુટ તરીકે ઉસ્માનપુરા અંડરપાસ, નવરંગપુરા ક્રોસિંગનો ઉપયોગ કરી શકશે. સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનની જાળીની આસપાસ દીવાલનું સમારકામ કરવાનું હોવાથી 10 દિવસ સુધી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે.
એટલે 2 ફેબ્રુઆરી થી 12 ફેબ્રુઆરી સુધી આ કામ ચાલશે. એક તરફનું કામ ચાલુ હશે ત્યારે બીજી બાજુનો માર્ગ ખુલ્લો રાખવામાં આવશે.