ગુજરાતમાં ચુંટણીનો માહોલ શરૂ
સ્થાનિક સ્વરાજની ચુંટણી તારીખ જાહેર!

સ્થાનિક સ્વરાજની ચુંટણી તારીખ જાહેર કરાઈ!
ખાલી પડેલી બેઠકો માટે ચુંટણીની તારીખ ઇલેક્શન કમિશન દ્વારા જાહેર. જેમાં 1 મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાની ચુંટણી યોજાશે
રાજ્યના ચુંટણી કમિશનર એસ મુરલી ક્રિષ્ણને તારીખ જાહેર કરી.
16 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચુંટણી યોજાશે.
18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી કરવામાં આવશે.
જે માટે ઉમેદવાર 1 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પત્ર ભરી શકશે. ત્યાર બાદ 3 જાન્યુઆરીના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે.
જો કોઈ ઉમેદવાર તેની ઉમેદવારી પરત લેવા માંગે તો 4 જાન્યુઆરીના રોજ તે ઉમેદવારી પરત ખેંચી શકશે.
અમદાવાદ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 7 - ઘટલોડિયાની બેઠક ખાલી છે. ઉપરાંત 3 નગરપાલિકાઓ જેમાં બાવળા, સાણંદ અને ધંધુકા માટે ચુંટણી યોજાશે.
તારીખ જાહેર થતાં જ ગુજરાતની નગરપાલિકાઓમાં ચુંટણીના પડઘા પડવા લાગ્યા છે.