અમદાવાદમાં નોંધાયો HMPV વાયરસનો પ્રથમ કેસ!
વાયરસ એટલો ચિંતાજનક નથી! સાવચેતી રાખવી જરૂરી.
.png)
વધુ એક વાયરસનો ભારતમાં પગ પેસારો થયો :HMPV વાયરસ
HMPV વાયરસ 2001થી પણ જૂનો છે!
2011-2012માં અમેરીકા, ચાઈના આને યુરોપ જેવા દેશોમાં ફેલાયેલા વાયરસે ફરી માથું ઊંચકયું.
HMPV વાયરસ જેનું પૂરું નામ હ્યુમન મેટાન્યૂમોવાયરસ છે. જેના કેસ ભારતમાં જોવા મળ્યા.
આ વાયરસ બાળકો અને વૃદ્ધોને અસર કરે છે.
વાયરસના લક્ષણો શું છે ?
➤ તાવ, ખાંસી, શરદી, કફ, શ્વાસ લેવામાં તકલીફ વગેરે...
ભારતમાં પગ પેસારો થયા બાદ! ગુજરાતમાં નોંધાયો પહેલો કેસ.
અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં 2 મહિનાના બાળકનો કેસ પોસીટીવ.
કેવી રીતે ફેલાય છે HMPV વાયરસ ?
HMPV વાઈરસથી સંક્રમિત વ્યક્તિને સ્પર્શ કરવાથી અથવા હાથ મિલાવવાથી પણ તે ઝડપથી ફેલાય છે. ચેપ લાગ્યાના 5 દિવસની અંદર તેનાં લક્ષણો દેખાવા લાગે છે. નિષ્ણાતો કહે છે કે આ વાઈરસ શરીરમાં હંમેશાં હાજર હોય છે, પરંતુ તે ઠંડા હવામાનમાં વધુ સક્રિય બને છે અને લોકોમાં તે ઝડપી ફેલાય છે.
શું સાવચેતી રાખવી ?
➤ તાવ, ખાંસી,શરદી, કફ, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા થાય તો ડૉક્ટરની સલાહ લેવી.
➤ ભીડ વાળી જગ્યા એ જવાનું ટાળવું.
➤ બીમાર વ્યક્તિએ માસ્ક પહેરવું.
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નિવેદન મુજબ રાજ્યના હોસ્પિટલોમાં ટેસ્ટિંગ સુવિધા ઉપલબ્ધ કરાવાશે. કેન્દ્રમાંથી આવતી ગાઈડલાઇનનું પાલન કરવામાં આવશે. કોવિડ કરતાં માઈલ્ડ છે આ વાયરસ.
"વાયરસ એટલો ઘાતક કે ભયજનક નથી. બસ સાવચેતી રાખવી જરૂરી".