શાસ્ત્રી બ્રિજ : હિટ એન્ડ રન, યુવતીનું મૃત્યું
24 વર્ષીય યુવતીને ટક્કર મારી અજાણ્યું વાહન ફરાર!

શહેરમાં વધુ એક હિટ એન્ડ રન, 24 વર્ષીય યુવતીનું મૃત્યુ
ગઈકાલે ગુરુવાર સવારે, લાંભાના ગાયત્રી બંગ્લોઝમાં રહેતા ભાવિબેન મોદી(ઉં. 24 વર્ષ) સવારે નોકરીએ જવા ઘરેથી તેમનું મોપેડ વાહન લઈને નીકળ્યા હતા. નારોલથી વિશાલા જવાના રસ્તા પર એક અજાણ્યા વાહને તેમના વાહનને અડફેટે લીધુ હતુ.
જેથી તેઓ હવામાં ફંગોડાઈને નીચે પટકાયા હતા. અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેથી ઘટના સ્થળ પર જ તેઓનું મૃત્યુ થયું હતું.
અકસ્માતબાદ આરોપી વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયેલ છે. કયું વાહન હતું જેની સાથે યુવતીનું અકસ્માત થયું તેની પણ હાલ કોઈ માહિતી નથી.
ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતાં એમ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને તપાસ હાથ ધરી હતી. તથા અજાણ્યા વાહન વિરુદ્ધ ગુન્હો નોંધી હાલ તપાસ શરૂ કરી છે.
છેલ્લા 2 મહિનામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ અને હિટ એન્ડ રનના કેસ વધ્યા છે. જ્યાં લોકો મૃત્યુ પામે છે અને વાહન ચાલકો ફરાર થઈ જાય છે. તંત્રએ આ બાબતે ચોક્કસ કાયદા ઘડવા જોઈએ અને યોગ્ય પગલાં લેવા જોઈએ.