શહેરમાં વધુ એક હિટ એન્ડ રન! પોલીસ કર્મીનું મોત
રિવરફ્રન્ટ રોડ પર એક્સિડેન્ટ, મહિલા કોન્સ્ટેબલનું મોત નીપજ્યું
શહેરમાં ફરી એક વાર હિટ એન્ડ રનનો બનાવ!
ગઈ કાલે રાત્રે ફરજ પરથી પાછા ફરી રહેલા મહિલા કોન્સ્ટેબલને રિવરફ્રન્ટ રોડ પર ઓવર સ્પીડમાં આવેલ અજાણ્યો કાર ચાલક ટક્કર મારીને નાસી ગયો.
જ્યાં એક મહિલા કોન્સ્ટેબલ નામ : શારદાબેન ડાભી, ઉંમર : 28 વર્ષ, મૂળ બનાસકાંઠા, હાલ રહે બહેરામપુરા અને ખાડિયા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. જે ગઈ કાલ રાત્રે નમો સ્ટેડિયમ ચાંદખેડા ખાતે ફરજ બજાવીને રિવરફ્રન્ટ રોડેથી ઘરે પાછા ફરી રહ્યા હતા. અને અચાનક પાછળથી અજાણી કારે ફૂલ સ્પીડે ટક્કર મારી હતી અને વાહન ચાલક ત્યાંથી ભાગી ગયો હતો.
જ્યાં શારદાબેન ડાભીને ટક્કર વાગવાથી ફંગોળાઈને નીચે પટકાયા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા. આસપાસના લોકો ભેગા થઈ ગયા અને આ ઘાયલ મહિલાને હોસ્પિટલ ખસેડાયા. જ્યાં ફરજ પર હજાર ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા.
આ ઘટના બાદ વાહન ચાલક અકસ્માત સર્જી ત્યાંથી ભાગી ગયો હતો. જે મામલે મૃતક મહિલા કોન્સ્ટેબલના પતિએ બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અકસ્માત કર્તા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તે વાહન ચાલક સામે ગુન્હો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. તથા મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં અવાર-નવાર આવા બનાવો વધી રહ્યા છે.