એડવેન્ચરની મજા લેતા મોત મળી
Updated on 20-01-2025 11:54
અમદાવાદની યુવતીનું પેરાગ્લાયડિંગ કરતી વખતે મોત
.gif)
અમદાવાદની 19 વર્ષીય યુવતી ખુશી ભાવસાર હિમાચલના પ્રવાસે ગઈ હતી. જ્યાં હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં ઇન્દ્રુનાગ પેરાગ્લાઈડિંગ પોઈન્ટ પર તેણી આ એડવેન્ચર માણવા આવી હતી. જ્યારે ખુશી ભાવસારે પેરાગ્લાઈડિંગના પાયલોટ સાથે ઉડાન ભરી તે સમયે પેરાગ્લાઈડર નહીં ખૂલતાં તેણી પાઇલટ સાથે જ 60 ફૂટ જેટલી ઊંડી ખીણમાં ખાબકી જ્યાં તેણીને ગંભીર ઇજા થઈ હતી. અને પાઇલટ પણ ઇજાગ્રસ્ત થયો હતો.

અકસ્માત બાદ તેણીનો પરિવાર તેને ધર્મશાલાના ઝોનલ હોસ્પિટલમાં લઈ ગયો. પરંતુ ડૉકટરે ખુશી ભાવસારને ત્યાં મૃત જાહેર કરી હતી. પેરાગ્લાઈડિંગનો પાયલટ પણ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ધર્મશાલાના પોલીસ સ્ટેશનના પીઆઈના નીવેદન મુજબ એડવેન્ચર માટે 5 વાગ્યા સુધીની જ પરમીશન છે પરંતુ તેણીએ 6 વાગ્યે ઉડાન ભરી હતી. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
ગોવામાં પણ આવી જ ઘટના બની જ્યાં પ્રવાસે આવેલી મહિલા શિવાની દાબલે(27)અને તેના પાયલટ સુમલ નેપાળી(26)નું ગોવાના કેરી પઠાર ખાતે પેરાગ્લાઈડિંગ કરતી વખતે તેની દોરી તૂટતાં નીચે પટકાઈ મોત થયું.