અમદાવાદમાં 900થી વધુ લોકો પાસે ગન લાયસન્સ!
લોકો સેલ્ફ પ્રોટેક્શન માટે રાખે છે હથિયાર.

અમદાવાદમાં સેલ્ફ પ્રોટેક્શન માટે રાખેલ પિસ્તોલના લાયસન્સ ધારકની સંખ્યા 900થી વધુ.
સેલ્ફ પ્રોટેક્શન માટે ઘણા લોકો પોતાની પાસે પિસ્તોલ કે તલવાર જેવા હથિયારો રાખતા હોય છે. પરંતુ પિસ્તોલ જેવા હથિયાર માટે હથિયાર ધારકે પિસ્તોલનું લાયસન્સ સાથે રાખવું અનિવાર્ય છે. જે સિવાય પિસ્તોલ રાખવી ઈંલીગલ ગણાય છે.
અમદાવાદમાં આવા 914 પિસ્તોલના લાયસન્સ ધારકો છે. જેમાંથી 906 પુરુષો અને 8 મહિલાઓ પાસે પિસ્તોલ રાખવાનું લાયસન્સ છે.
મળતી માહિતી મુજબ દર વર્ષે 5થી વધુ અરજીઓ આવતી હોય છે. કે જેઓ પોતાના સંરક્ષણ માટે પિસ્તોલ લાયસન્સ બાબતે અરજી કરતાં હોય છે. અરજી કરવા માટે 500 રૂપિયા ભરીને ફોર્મ મેળવી અરજી કરવાનું હોય છે.
આવા સંજોગોમાં પોલીસ વેરિફિકેશન, રેવેન્યૂ વેરિફિકેશન અને કારણ વગેરે જેવી માહિતીની તપાસ બાદ લાયસન્સ રજૂ કરવામાં આવે છે. અને લાયસન્સ મંજૂર થયા પછી 3600નું ચલણ ફી પેટે ભરવાનું હોય છે. ઉપરાંત દર 5 વર્ષે હથિયાર દીઠ 2500 ફી વસૂલાય છે.
ફક્ત સાણંદમાં જ 175 પિસ્તોલ લાયસન્સ ધારકો. જેમાં રાજનેતા, જમીન દલાલો તથા મોટા ધંધાવાળા લોકો રાખે છે પિસ્તોલ.
ઇલેક્શન કે જિલ્લા અધિકારીના કોઈ જરૂરી પરિપત્ર બાદ હથિયાર ધારકોએ તેમના હથિયારો સરકારમાં જમા કરાવવાના હોય છે.