Explore

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)
હેમંત ઋતુ

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

બેંક : ચાલુ છે.

07:17 AM
06:01 PM
-- °C

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)

હેમંત ઋતુ

બેંક : ચાલુ છે.

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

07:17 AM
06:01 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 78300.00 (-300.00)
Silver ₹ 90200.00 (-2000.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 78.98/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

GSRTC ચંડોળા ડેપો પર લાગ્યું ઓટોમેટિક બસ વોશિંગ મશીન.

Updated on 18-11-2024 17:48

ફક્ત 10 મિનિટમાં બસને સાફ કરશે આ મશીન!

હવે GSRTC બસ ધોવામાં લાગતાં સમયનો બચાવ કરશે! કેમ કે હવે અમદાવાદ શહેરમાં ચંડોળા ખાતે આવેલા GSRTC ડેપોમાં  ઓટોમેટિક બસ વોશિંગ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં ચાલતી ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહનની બસોમાં ગંદકીની અવાર નવાર ફરિયાદો આવતી હતી. જેના ઈલાજ રૂપે ST વિભાગે આ બસોને બહારથી સાફ કરવા માટે આ મશીન મૂક્યું છે. આ એક મશીનની કિંમત ₹15 લાખ જેટલી છે. 

આ ઓટોમેટિક બસ વોશિંગ મશીન બસને બહારથી સંપૂર્ણ રીતે સાફ કરી નાખે છે. 
ઓટોમેટિક બસ વોશિંગ મશીનની મિકેનિસમ એ રીતે કામ  કરે છે, કે મશીનમાં 3 એડજસ્ટેબલ મોટા બ્રશ લગાવેલા છે, ઉપર-નીચે , તથા આગળ-પાછળ સરકીને બસને સાફ કરે છે.

આ મશીનથી બસની સફાઇ કરવામાં સમય બચી જાય છે, પહેલા આ બસ સાફ કરવા પાછળ માણસોને 1 કલાક લાગતો હતો, પણ હવે માત્ર 10 મિનિટમાં આ મશીન ધોવાઈને સાફ થઈ જાય છે.

જ્યાં બસને અંદરથી સાફ કરવા માટે સમગ્ર રાજ્યભરના 249 ડેપોમાં વિવિધ હાઉસકીપિંગ  એજન્સીસ નીમવામાં આવેલી છે.

હાલ અમદાવાદમાં 1 મશીન અને આવનાર સમયમાં બીજું મશીન મૂકવામાં આવશે.  
રાજ્યભરના 50 મોટા ડેપો જેવા કે રાજકોટ, ગાંધીનગર, આણંદ સહિતના ડેપો પર આ મશીન કાર્યરત છે.  

આ મશીનનું મેન્ટેનેન્સ તેની નિર્માતા કંપની ATS ELGI જ કરશે. 

 

Published by: Kunal Solanki
Published on: Nov 18, 2024
3 LIKE
SHARE
51 VIEWS

MORE NEWS