ગુજરાત સરકારની નવી કુટીર નીતિ 2024 જાહેર કરાઇ.
ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા નીતિમાં વિશેષ લક્ષ્યાંકો.
હવે રાજ્યની સરકાર નાના ઉદ્યોગને 25 લાખ સુધીની લોન આપશે.
ગુજરાતની રાજ્ય સરકારે નવીન કુટીર નીતિ 2024 જાહેર કરી.
નાના ઉદ્યોગને પ્રોત્સાહન આપવા સરકારે નવી નીતિ જાહેર કરી. જેમાં નાના ઉદ્યોગસાહસિકોને આત્મનિર્ભર બનાવવા માટે આ નીતિ ઘડવામાં આવી છે.
પહેલા લોન રૂપે તેઓને ₹8 લાખ મળતા હતા તેને બદલે હવે ₹25 લાખ સુધીની લોન પ્રાપ્ય થશે.
રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંત સિંહે આ બાબતે જણાવ્યું હતું કે ₹8 લાખના ધિરાણમાં તેઓને ₹1.56 લાખ સબસીડી અપાતી હતી જે વધારીને ₹3.75 લાખ કરાઈ છે.
આ સાથે તેમણે અન્ય માહિતી આપી હતી કે સ્થાનિક ઉત્પાદનોના વેચાણ માટે સુરતમાં ₹280 કરોડના ખર્ચે પી.એમ એકતા મોલ બને છે, જે રાજકોટ તથા વડોદરામાં પણ બનાવવામાં આવશે.
કુટીર નીતિના 5 વર્ષના લક્ષ્ય
- હસ્તકળાના કારીગરોને ધિરાણની રકમ ₹1 લાખથી વધારીને ₹3 લાખ કરાઇ.
- કુટીર અને ગ્રામોદ્યોગ સાથે સંકડાયેલ કારીગરોને સાધન સહાય આપશે, 5 વર્ષમાં 1.25 લાખનો લક્ષ્યાંક
- કૌશલ્ય વિકાસ તાલીમ દ્વારા દર વર્ષે નવા ઉદ્યોગસાહસિકોની સંખ્યા વધારાશે, 5 વર્ષમાં 60 હજારથી વધુનો લક્ષ્ય.
- એક જિલ્લા એક ઉત્પાદન યોજના હેઠળ જિલ્લાના વિશિષ્ઠ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા 10 હજાર લાભાર્થીઓનો સમાવેશ કરાશે.
- સરકાર પી.એમ એકતા મોલ બનાવશે, સરકારના સહયોગથી બનેલ પ્રોડક્ટ્સના 98 શો-રૂમ બનશે.
- વૈશ્વિક નામાંકિત ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર 7 હજાર કારીગરો - ઉદ્યોગસાહસિકોને સામેલ કરાશે.
- સરકાર 2500 જેટલા કારીગરોને નિકાસ વધારવા માટે પ્રોત્સાહન આપશે.
- બોર્ડ-નિગમ અને સહકારી સંસ્થાઓ સાથે સંકડાયેલા કારીગરોના પ્રોડક્ટસનું વેચાણ 5 વર્ષમાં ₹1500 કરોડ સુધી પહોંચાડશે.