ફ્લાવર-શો વધુ બે દિવસ લંબાવાયો
Updated on 10-01-2025 15:52
પ્રિ-વેડિંગ તથા અન્ય શુટ પણ કરી શકાશે.
.gif)
ફ્લાવર-શો માટે લંબાવાયેલા વધુ બે દિવસમાં હવે પ્રિ-વેડિંગ અને વેબ સીરિઝ વગેરે શુટ કરી શકાશે.
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ઇન્ટરનેશનલ ફ્લાવરશો 2025 જે 22 જાન્યુઆરી સુધી ચાલવાનો હતો. તેની અવધિમાં હવે બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે. અર્થાર્થ હવે ફ્લાવર-શો 24 જાન્યુઆરી સુધી ચાલશે. ઉપરાંત ફ્લાવર-શોનો ઉપયોગ આ બે દિવસ દરમિયાન પ્રિ-વેડિંગ ફોટોશૂટ તથા વેબ સીરિઝ શૂટિંગ માટે વાપરી શકાશે.
મળતી જાણકારી મુજબ અત્યાર સુધી 3.50 લાખથી વધુ લોકો મુલાકાત લઈ ચૂક્યા છે. અને આવનાર દિવસોમાં હજી આંકડા વધે તેમ છે. અને મ્યુનિ.ને કમાણી પણ સારી થનાર છે.
આવામાં મ્યુનિ.એ લોકોને પ્રિ-વેડિંગ અને શૂટિંગ વગેરે માટે પરમીશન આપતા ફૂલોના શોખીન અને લગ્નના પ્રિ-વેડિંગ શુટની ઇચ્છા રાખતા લોકોને મજાનો અવસર.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે ફ્લાવર શોની સફળતા અને લોકપ્રિયતા જોઈ તેને હજી બે દિવસ વધારવાનો નિર્ણય લેવાયો છે.

જ્યાં 22-23 જાન્યુઆરીએ સવારે 7 થી 8 એક કલાકના સ્લોટમાં પ્રિ-વેડિંગ શુટ ત્યાર બાદ પબ્લિક માટે રાબેતા મુજબ ખુલ્લુ રહેશે. વળી પાછું સાંજના 6 થી રાત્રિના 12 કલાક સુધી જાહેરાતોના શુટ કે વેબ સીરિઝના શુટ કરી શકાશે.
જાહેર જનતા માટે સવારના 9:30 કલાકથી સાંજે 5:30 કલાકનો વીઝીટીંગ સમય રહેશે.
આવા તમામ પ્રકારના શૂટિંગ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન બુકિંગ કરાવવાનું રહેશે. પ્રિ-વેડિંગ માટે વધુમાં વધુ 10 લોકોને પ્રવેશ આપવામાં આવશે. તથા અન્ય શૂટ માટે 25 લોકોને પરવાનગી આપવામાં આવશે.
પ્રિ-વેડિંગ માટે 25 હજાર રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે જ્યારે જાહેરાતો અને વેબ સીરિઝ માટે 1 લાખ રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે.