અમદાવાદીઓએ લીધી, રજાની મજા!
Updated on 13-01-2025 10:58
શનિ-રવિ ફ્લાવર-શોમાં ભારે ભીડ!
.gif)
રજાની મજા માણવા રિવરફ્રન્ટ પર ફ્લાવર-શો અને કાઇટ ફેસ્ટિવલ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા.
હાલ શહેરમાં ઉત્તરાયણનો માહોલ જામેલો છે. જ્યાં શનિ-રવિની રજા સાથે લાંબી રજાની લહેર બની છે.
એવામાં શહેરમાં લોકપ્રિયતા પામી રહેલ ફ્લાવર-શો અને કાઇટ ફેસ્ટિવલમાં આ રજાઓ દરમિયાન ભારે ભીડ જોવા મળી.
શનિ-રવિની રજામાં લગભગ 80 હજારથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત માણી હતી. જ્યાં ફ્લાવર શો માટે 65 હજારથી વધુ લોકોએ ટિકિટ ખરીદી હતી. જ્યાં મ્યુનિ.ને મોટા પાયે કમાણી થઈ છે તેવું માનવામાં આવી રહ્યું છે. અહિં બાળકોની કોઈ ટિકિટ નથી.
કાઇટ ફેસ્ટિવલમાં પણ રજાના દિવસે લોકોનો જમાવળો જોવા મળ્યો. જ્યાં એન્ટ્રી ફ્રી છે. ઉપરાંત રાત્રિના સમયે સાંસ્કૃતિક પ્રોગ્રામ હોવાથી ભારે ભીડ જોવા મળી હતી.
આ દરમિયાન શહેરમાં ટ્રાફિક વ્યવસ્થામાં તકલીફો જોવા મળી હતી. ઠેર-ઠેર રિવરફ્રન્ટ પર ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા.