શહેરમાંથી ઝડપાયો નકલી IAS અધિકારી
પોતે સરકારી અધિકારી હોવાનું કહી લોકો પાસેથી લાખો પડાવ્યા.
.png)
નકલી અધિકારીઓ બની પૈસા પડાવાનું કૌભાંડ! અસલી અધિકારીઓ ઊંઘમાં ?
રાજ્યમાં ઘણા સમયથી આ પ્રકારના કૌભાંડ બહાર આવી જ રહ્યાં છે, જેવા કે નકલી કોર્ટ, નકલી ટોલનાકું, નકલી પોલીસકર્મીઓ , નકલી સુપ્રીમ કોર્ટ જજ તથા નકલી આઇએએસ અધિકારી.
અમદાવાદમાંથી પણ આવો જ એક નકલી IAS અધિકારી પકડાયો છે.
અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા અને કાર રેન્ટ પર આપવાનો ધંધો કરતાં પ્રતિકભાઈ શાહને, સપ્ટેમ્બર મહિનામાં મેહુલ શાહ કરીને કોઈ વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે તેની ઓળખ પોતે IAS અધિકારી હોવાની આપી હતી. અને પ્રતિકભાઈને જણાવ્યું હતું કે તેમને સરકારી કામકાજ માટે ઈનોવા કારની જરુંર છે, એક દિવસના ભાડા લેખે તમને ₹3500 ભાડું ચૂકવવામાં આવશે અને ડીઝલનો ખર્ચ તથા ગાડીમાં સાયરન થતાં પડદા લગાવવાનો ગૃહમંત્રાલય તરફથી આવેલ લેટર આપી કાર લીધી હતી.
19 ઓકટોબરના રોજ કોલ કરી તે પોતે અસારવાની કોઈ સ્કૂલનો ટ્રસ્ટી હોવાનું કહી સ્કૂલ ટુર માટે 2 લકઝરી બસ ભાડે મંગાવી, મોરબીના વાંકાનેરમાં રહેતા તેના પરિવારને લાવવા-મૂકવા માટે તેણે કાર મંગાવી હતી, ત્યારબાદ મેહુલે બીજી પણ એક ઈનોવા કાર ભાડે લઈ તેની ઉપર પણ સાયરન અને પડદા લગાવડાવ્યા હતા.
આટલું જ નહીં પણ આ મેહુલ શાહે અસારવામાં આવેલી વિશ્વવિધ્યાલયમાં કલાર્કની સરકારી નોકરી આપવાના બહાને ₹3 લાખ પડાવ્યા હતા અને જેની પાસેથી લીધા તેમને જિલ્લા શિક્ષણ અધિકારી આર.એમ ચૌધરીની સહી સાથે ફેક લેટર પણ બનાવી આપ્યો હતો.
કાર ભાડે લઈ, પોતે સરકારી અધિકારી છે. તેવી ઓળખ આપી મેહુલ શાહે લોકો પાસેથી લખો રૂપિયા પડાવીયા હોવાનું બહાર આવ્યું છે. પોતાની પાસે બાઉન્સર પણ રાખ્યો હતો અને ગાડી પર ગુજરાત સરકારનું બોર્ડ પણ લગાવ્યું હતું. જ્યારે ઈનોવાનું ભાડું આપવાનું થયું ત્યારે મેહુલ શાહ ફોન સ્વિચઓફ કરી ભાગી ગયો હતો.
તપાસમાં જાણવા મળ્યું કે આ આરોપીએ B.E મિકેનિકલનો અભ્યાસ કરેલો છે, અને પોતે વાંકાનેરમાં જ્યોતિ સ્કૂલ અને કિડ્સ વર્લ્ડ નામની સ્કૂલનું સંચાલન કરતો હતો.

તપાસ હાથ ધરતા તેના પાસેથી જપ્ત કરાયેલ ડોક્યુમેન્ટમાં સરકારી આરોગ્ય વિભાગના પરિપત્રો, મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ સેન્ટ્રલ ગવર્મેન્ટના લેટર્સ, ભારત રત્ન ગૌરવ ધરાવતું સન્માન પત્ર, મુખ્યમંત્રી આવાસ યોજનાના કોન્ટ્રાક્ટ આપવાના લેટર સાથે 2 મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા.
ખુલ્લે આમ ફરતા આવતા નકલી અધિકારીઓથી ચેતવું જરૂરી છે. જાહેર જનતામાં આ બાબતો પર જાગૃતિ હોવી અનિવાર્ય છે.