અદાણી માટે અમેરિકાથી આવ્યું ઘરપકડનું ફરમાન!
Updated on 22-11-2024 13:29
અદાણી ગ્રુપ ફરી ચર્ચામાં! ન્યુયોર્કની કોર્ટે લાંચ આપવાનો ઠોક્યો કેસ.
ભારતના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ એવા અદાણી ગ્રુપ ઓફ કંપનિસના માલિક ગૌતમ અદાણી પણ ભારતના સરકારી અધિકારીઓને લાંચ આપવાનો આરોપ!
ન્યુયોર્કની ફેડરલ કોર્ટે અદાણી ગ્રીન એનર્જી અને અઝયોર પાવર કંપની પર ભારતના સરકારી અધિકારીઓને લાંચ આપવાના મામલે 8 લોકોને આરોપી ગણ્યા છે, અને ધરપકડનું વોરંટ જારી કર્યું છે!
ચાલો સમજી આ કેસ શું છે! : અમેરિકામાં ન્યુયોર્કની ફેડરલ કોર્ટે ભારતના ઉધ્યોગપતિ સહિત 8 લોકો સામે છેતરપિંડી અને લાંચ આપવાનો ગુન્હો નોંધી તેમને આરોપી કહ્યા.
મળતી માહિતી અનુસાર અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણીએ સૌર ઉર્જાને લગતા સરકારી કોન્ટ્રાક્ટ લેવા માટે સરકારી અધિકારીઓને ₹2,236 કરોડની લાંચ આપવાના ગુન્હાનો આરોપ લગાવ્યો છે.
24 ઓક્ટોબર 2024, અમેરિકાના ન્યુયોર્કની ફેડરલ કોર્ટમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેની સુનાવણી ગત બુધવારના રોજ કરવામાં આવી હતી, જેમાં આ આરોપ ગૌતમ અદાણી તેમનો ભત્રીજો સાગર અદાણી જે અદાણી ગ્રીન એનર્જીમાં ટોચના હોદ્દા પર છે સાથે સાથે વિનીત જૈન, રૂપેશ અગ્રવાલ, રંજિત ગુપ્તા, સાઇરિલ કેબેનિસ, દિપક મલ્હોત્રાને આરોપી ગણવામાં આવ્યા છે.
ભારતના ઉધ્યોગપતિ પર અમેરિકન કોર્ટે કેમ કેસ નોંધ્યો ?
કેન્દ્રની કંપની સોલર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(સેકી) તરફથી અદાણીને 12 ગીગાવોટ સૌરઉર્જા આપવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. પરંતુ સેકીને આ સૌરઉર્જાના ખરીદદાર ભારતમાં મળ્યા નહીં, અને ખરીદદાર વગર કોન્ટ્રાક્ટ શું કામનો!
તેથી અદાણી ગ્રીન એનર્જી અને અઝયોર પાવર કંપનીએ સરકારી અધિકારીઓને લાંચ આપી. તેવું માનવામાં આવીરહ્યું છે, તથા 2021માં આંધ્રપ્રદેશના તત્કાલ મુખ્યમંત્રીને મળીને 7 હજાર મેગાવોટ વીજળી ખરીદવા રાજી કર્યા અને પ્રતિ મેગાવોટ ₹ 25 લાખ એમ અંદાજે ₹1,750 કરોડની લાંચ આપવામાં આવી છે, ની માહિતી મળી છે. તેજ રીતથી ઓડિશાએ પણ 500 મેગાવોટ વીજળી ખરીદીની વાત છે.
જ્યાં આ આંધ્રા, છત્તીસગઢ, ઓડિશા અને તમિલનાડુની સરકારે સેકી પાસેથી સૌર ઉર્જા ખરીદીની ડીલ કરી હોવાની જાણકારી મળેલ છે.
લાંચમાં આપવામાં આવેલા રૂપિયા બંને કંપની અદાણી ગ્રીન એનર્જી અને અઝયોર પાવરે મળી અમેરિકન બેન્કો અને અમેરિકન ઈન્વેસ્ટર્સ પાસેથી એકત્ર કર્યા હોવાની જાણકારી છે. જેમાં લગભગ 17.5 કરોડ ડોલર એટલે કે ₹1,478 કરોડ જેટલુ ફંડ અમેરિકાથી અરેન્જ કર્યું . જ્યાં કોડ વર્ડ જેવા કે 'ન્યુમેરો યુનો' અથવા 'ધ બિગ મેન' તરીકે અદાણીનું નામ રાખી ડીલ કરી હતી, જે એનક્રીપ્ટેડ મેસેજ દ્વારા કરાઇ હતી હોવાનું માનવામાં આવે છે.
અમેરિકા કેવી કાર્યવાહી કરશે ?
બ્લેક લો ડિક્શનરી અનુસાર ઈંડાઈટમેન્ટ પછી કોર્ટમાં આરોપ અને આરોપીઓ પર દલીલ થશે
એફબીઆઈ અને સિક્યોરીટી એક્સચેન્જ કમિશન તપાસ કરશે અને રિપોર્ટ ફેડરલ એટર્નીને સોંપશે
અદાણી વિરુદ્ધ આ કેસમાં ગ્રાન્ડ જયુરીમાં 23 સભ્ય હશે, તેમના નિર્ણય બાદ આરોપીઓને કોર્ટમાં હાજર થવું પડી શકે.
આ પ્રક્રિયા લાંબી ચાલશે.
અદાણી શું કરી શકશે ?
અદાણી સહિત 8 લોકો જેમની પર આરોપો લાગેલા છે તેઓ જામીનની માંગ કરી શકશે.
આ મામલે રાજકીય પક્ષોના નિવેદન
રાહુલ ગાંધી : અમારી ઈચ્છા છે કે અદાણીની ધરપકડ થાય, પણ મોદી સપોર્ટને લીધે તેવું નહીં થાય .'મોદી અને અદાણી એક છે એટલે સેફ છે'.
સંબિત પાત્રા : જે જે રાજ્યોમાં ગુન્હા થયાની વાત છે, તે રાજ્યોમાં તે સમયે કોંગ્રેસ અથવા તેમના સમર્થક દળની સરકાર હતી, મામલો કોંગ્રેસ સાથે જોડાયેલ છે.
વાયએસઆર કોંગ્રેસ : અમે સીધી સેકી સાથે ડીલ કરી છે, જે પારદર્શી અને કાયદા કાનૂન સાથે સ્વીકૃત છે.
આ મામલે અદાણી અને કંપનીનો શું અભિપ્રાય ?
આ મામલે અદાણી ગ્રુપે સાફ રીતે આ આરોપોને આધારવિહીન ગણાવ્યા છે.
અદાણી ગ્રુપ અને અદાણી ગ્રીન એનર્જીના ડાયરેક્ટર્સ સામે લગાવેલા બધા આરોપોને નકારી કઢાયા છે, અને તેને તથ્યવહીની કહ્યા છે; અને આગળ કાનૂની કાર્યવાહી કરશે તેવી વાત કરી છે.
જોકે અમેરિકાના ન્યુયોર્કની ફેડરલ કોર્ટે કહ્યું છે કે હાલ તેઓ ફક્ત આરોપી છે, તેમની પર લાગેલા આરોપો સિદ્ધ ન થાય ત્યાં સુધી તેઓ ગુન્હેગાર નથી!
અદાણી ગ્રુપના પ્રવક્તાના કીધા મુજબ અદાણી ગ્રુપ કાયદાકીય સલાહ લઈ યોગ્ય કાનૂની પગલાં લેશે. તેમજ અદાણી ગ્રુપ શેરહોલ્ડર્સ , ભાગીદારો અને કર્મચારીઓને ખાતરી આપે છે કે તેઓ પ્રામાણિકતા અને પારદર્શકતા સાથે ગ્રૂપને વરેલા છે! ભરોસો બનાવી રાખવો.
આ કેસ બાદ અદાણી ગ્રુપને થયેલું નુકસાન કેટલું ?
ગૌતમ અદાણી પર લાગેલા કેસ બાદ તુરંત જ કંપનીને થયું મોટું નુકશાન!
અદાણી તથા પેટા કંપનીને થયું 34 અબજ ડોલરનું નુકશાન.
શેરમાર્કેટમાં કંપનીના શેરો તૂટયા છે.
કંપની કેટલા ટકા નુકશાન
અદાણી એન્ટરપ્રાઇસ 23.44%
અદાણી પોર્ટ 13.23%
અદાણી ગ્રીન એનર્જી 18.95%
અદાણી ગેસ 10.38%
અદાણી એનર્જી સોલ્યુશન 20.0%
અદાણી પાવર 9.62%
અદાણી વિલ્મર 10.0%
અંબુજા સિમેન્ટ 12.66%
એસીસી 7.99%
એનડીટીવી 0.18%
અગાઉ પણ હિડનબર્ગના રિપોર્ટથી અદાણી ગ્રુપ ઓફ કંપનિસને ઘણું નુકસાન થયું હતું.