આજે વહેલી સવારે એક્સપ્રેસવે પર સર્જાયો અકસ્માત.
Updated on 04-12-2024 12:00
3ના ઘટના સ્થળે જ મૃત્યુ! 2 ગંભીર રીતે ઘાયલ.
રાજ્યમાં વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી,
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આજે વહેલી સવારે સર્જાયો ગંભીર અકસ્માત.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર નડિયાદ નજીક બિલોદરા બ્રિજ પાસેથી વહેલી સવારે પસાર થઈ રહેલી ગાડીનું ટાયર ફાટતાં ગાડીનું બેલેન્સ ખોરવાયું અને ગાડી હાઇવેનું ડીવાઇડર કૂદી સામેના રસ્તા તરફ જતી રહી અને સામેથી આવતા ટ્રક સાથે અથડાઈ. આસપાસના લોકોના જણાવ્યા મુજબ ગાડીમાં 5 લોકો સવાર હતા જેમાંથી 3ના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા.
ઘટનામાં બે પુરુષ અને એક મહિલાનું મોત નીપજ્યું હતું.
મૃતકોના નામ :
1. દલપતભાઈ પુરોહિત
2. શુભઢીદેવી પુરોહિત
3. દિનેશભાઇ પુરોહિત
ગાડીમાં સવાર લોકો સુરતના રહેવાસી હતા, અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયેલ છે, જેમાં એક 15 વર્ષની બાળકી છે, તથા અન્ય પુરુષ જેમનો પગ ભાગી ગયો હોવાની માહિતી મળેલ છે.
આ અકસ્માતને લીધે ટ્રાફિક જામ થયેલ છે. આજે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર મુસાફરી કરવા વાળા લોકોએ ધ્યાનમાં લેવું!
અન્ય માહિતી મુજબ રાજ્યમાં ગઈ કાલે રાત્રે બીજો પણ એક અકસ્માત સર્જાયો હતો.
બગોદરા તારાપુર ચોકડી પાસે ટ્રકને સુરતથી જુનાગઢ જતી ખાનગી બસ દ્વારા પાછળથી ટક્કર વાગી હતી જેમાં 10 જેટલા લોકોને નાની મોટી ઇજા થઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ બની નહોતી. ઇજા પામેલ લોકોને તાત્કાલિક નજીકના બગોદરા આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા.