Explore

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)
હેમંત ઋતુ

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

બેંક : ચાલુ છે.

07:17 AM
06:01 PM
-- °C

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)

હેમંત ઋતુ

બેંક : ચાલુ છે.

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

07:17 AM
06:01 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 78300.00 (-300.00)
Silver ₹ 90200.00 (-2000.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 78.98/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

ગોતામાં દિવ્યાંગ શોપિંગ મેળાનું આયોજન થયું હતું.

દિવ્યાંગ લોકોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી કરાયું હતું આયોજન.

અમદાવાદના ગોતા ખાતે તારીખ 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી દિવ્યાંગ કારીગરો અને વેપારીઓ માટે શોપિંગ મેળો યોજાયો હતો. જેમાં કુલ 27 જેટલા સ્ટોલ લગાવાયા હતા. 

મેટ્રોબીટ ફાઉન્ડેશને હાર્ટ ફાઉન્ડેશનની મદદથી આ એક્ઝિબિશનનું આયોજન થયું હતું. 3 દિવસ માટે આયોજિત આ ફેસ્ટમાં દિવ્યાંગ સ્ટોલ ધારકોને 7 લાખ સુધીની આવક થઈ હતી.  

આ એક્ઝિબિશનનો હેતુ દિવ્યાંગ લોકોને આત્મનિર્ભર બનાવવાનો હતો, ગત જાન્યુઆરીમાં જ્યારે આ એક્ઝિબિશન યોજાયું હતું ત્યારે દિવ્યાંગ સ્ટોલ ધારકોને ₹24 લાખ સુધીની આવક થઈ હતી. 

આ સ્ટોલ તે લોકોને તદ્દન મફતમાં આપવામાં આવે છે, જ્યાં તે લોકો તેમના ગૃહ ઉદ્યોગ, હેન્ડીક્રાફ્ટ, કપડાં, ઑર્નામેન્ટ, વેસ્ટમાંથી બેસ્ટ જેવી પ્રોડક્ટ્સ અહિં વહેચી શકે. આ શોપિંગ મેળો ગોતાના ફૂડ કોર્ટ બોક્સ પાર્ક ખાતે યોજાયો હતો.

આ સિવાય આ સંસ્થા દ્વારા પહેલા પણ બે વાર આ એક્ઝિબિશન યોજેલ હતું, જેમાં કાશ્મીર, હરિયાણા, રાંચી, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોના દિવ્યાંગોએ ભાગ લીધો હતો. આગામી થોડા સમયમાં વડોદરા તથા સુરતમાં પણ આ એક્ઝિબિશન યોજવામાં આવશે.

Published by: Kunal Solanki
Published on: Dec 02, 2024
2 LIKE
SHARE
28 VIEWS

MORE NEWS