કોલ્ડપ્લે માટે 4 લાખ લોકો મેટ્રોથી આવ્યા
અત્યાર સુધીનો મેટ્રોનો રેકોર્ડ બ્રેક! જનતાને મેટ્રો પર ભરોસો
.png)
અમદાવાદમાં કોલ્ડપ્લેના આયોજનને લીધે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન(GMRC) એ અગાઉ જાહેર કર્યું હતું કે કોન્સર્ટ દરમિયાન મેટ્રોંની ફ્રિક્વન્સી વધારવામાં આવશે. જેથી ટ્રાફિકથી બચવા લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો જ ઉપયોગ કર્યો હોય તેવા રેકોર્ડ બ્રેકિંગ આંકડા બહાર આવ્યા છે.
તારીખ 25-26 જાન્યુઆરીના રોજ મેટ્રોમાં કૂલ 4 લાખથી વધુ લોકોએ ટ્રાવેલ કર્યું છે.

મેટ્રો ડિવિઝને રાત્રે 12:30 સુધી મેટ્રોનો સમય વધારો કર્યો હતો. જ્યાં દર 8 મિનિટે મેટ્રો આવતી હતી.
અમદાવાદ મેટ્રો દ્વારા રુટીન 313 મેટ્રો ટ્રીપ ઉપરાંત 25 જાન્યુઆરીએ 93 વધારાની ટ્રીપ અને 26 જાન્યુઆરીએ 114 વધારાની ટ્રીપ કરાઈ હતી.
અગાઉ વર્લ્ડ કપ દરમિયાન મેટ્રોનો ટ્રાવેલ રેકોર્ડ તૂટયો હતો જે 1.7 લાખ જેટલો હતો. જે કોલ્ડપ્લે કોન્સર્ટમાં તૂટીને 4 લાખને પાર ગયો છે.
મેટ્રો ખરા અર્થમાં સફળ સિદ્ધ થઈ રહી છે.