કોલ્ડપ્લેએ SVP એરપોર્ટના રેકોર્ડ્સ તોડયા!
Updated on 28-01-2025 13:37
3 દિવસમાં 1.38 લાખ લોકોંની અવર-જવર

કોલ્ડપ્લે કોન્સર્ટને લીધે અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જર્સંની અવર-જવરના બધા જ રેકોર્ડ્સ તૂટયા
ગત તારીખ 25-26 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં ઇન્ટરનેશનલ મ્યુઝિક કોન્સર્ટ કોલ્ડપ્લે યોજાયો હતો. જેમાં દેશ વિદેશથી મહેમાનો અમદાવાદ આવ્યા હતા. જ્યાં ફ્લાઇટ્સના માધ્યમથી અમદાવાદમાં આવેલા લોકોએ અમદાવાદ એરપોર્ટ પર 3 દિવસમાં થયેલી અવર-જવરના બધા રેકોર્ડ્સ તોડી નાખ્યા છે.
અગાઉ 19 નવેમ્બર 2023માં વર્લ્ડકપ ફાઇનલને માટે અમદાવાદ એરપોર્ટ પર 300થી વધુ ફ્લાઇટ અને 40 હજારથી વધુ પેસેન્જર્સનો રેકોર્ડ બન્યો હતો.
પરંતુ આ કોન્સર્ટને લીધે અહિં 3 દિવસમાં 112 ચાર્ટડ પ્લેન આવ્યા અને 980 ફ્લાઇટ્સની અવર-જવર નોંધાઈ
જ્યાં મુંબઈ, દિલ્લી, ગોવા, બેંગલુરુ જેવા શહેરોમાંથી વધુ અવર-જવર થઈ.

કઈ તારીખે કેટલા પ્લેન આવ્યા અને કેટલા પેસેન્જર્સ?
તારીખ ફ્લાઇટ ચાર્ટડ પેસેન્જર
24 /1 320 38 44000
25/1 340 40 47000
26/1 34 320 46500
કુલ : 137500 પેસેન્જર્સ નોંધાય
અમદાવાદમા ઇન્ટરનેશનલ લેવલના કોન્સર્ટને આ પ્રકારનો પ્રતિસાદ મળવાથી અમદાવાદમાં અન્ય ઇન્ટરનેશનલ ઈવેન્ટ થવાની સંભાવનાઓ વધી છે.