બોપલ-ઘુમાના લોકોને વરસાદી પાણીથી રાહત
નવી સ્ટોર્મ વોટર લાઇન નાખવામાં આવશે!

શહેરના બોપલ અને ઘુમા વિસ્તારમાં સ્ટોર્મ વોટર લાઇન નાંખવામાં આવશે. સીધા 60 હજાર લોકોને રાહત મળશે.
બોપલ, ઘુમા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસામાં ભરાતા વરસાદી પાણી અને તેના નિકાલ અર્થે ₹12 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર લાઇન નાખવાની યોજનાને મંજૂરી મળી ગઈ છે.
વોટર સપ્લાય અને સુઅરેજ કમિટીના ચેરમેનની અધ્યક્ષતામાં આ નિર્ણય લેવાયો છે.
બોપલના વરસાદી પાણી બોપલ તળાવમાં નખાશે તથા જો વધારે પાણી આવી જાય તો તેને ગોતા-ગોધાવી કેનાલમાં છોડવામાં આવશે. જે કામ ₹11.33 કરોડના ખર્ચે કરવામાં આવશે. જ્યાં 800 એમએમ ડાયામીટર વાળી 1250 મીટર લંબાઈની રાઈઝિંગ લાઇન નાંખવામાં આવશે. તળાવન ક્ષમતા 1200 ક્યુબિક મીટર પ્રતિકલાક રહેશે.

ઉપરાંત ચોમાસા દરમિયાન ઘુમા તળાવ જ્યારે ઓવરફ્લો થાય છે તેવા સમયે પમ્પિંગ સ્ટેશન દ્વારા પાણીને ગોધાવી કેનાલમાં છોડવામાં આવશે. જેના માટે 900 મીમી 352 મીટર લંબાઈની રાઈઝિંગ લાઇન ગોતા-ગોધાવી કેનાલ સુધી નાંખવામાં આવશે. સ્ટોર્મ વોટર પમ્પિંગ સ્ટેશની ક્ષમતા 86 એમએલડી રહેશે.
30 હજારથી વધુ લોકોને આ સુધારાથી સીધો લાભ થશે.