વરસાદી પાણીના નિકાલ માટે AMCનો નવતર પ્રયોગ!
ચોમાસામાં ભરાયેલા પાણીથી સ્પોન્જ પાર્ક આપશે રાહત.
શહેરમાં ચોમાસા દરમિયાન ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે AMC અજમાવશે નવો ટોટકો.
દર વર્ષે ચોમાસા પહેલા AMC પ્રિ-મોન્સુન કામગીરીના નામ પર કરોડો વેડફે છે! પરંતુ પરિણામ ચોમાસામાં જનતા ભોગવે છે. આ વર્ષે આ કામગીરીના નામ પર AMC જાપાન ચીન અને ઈઝરાયેલ જેવા દેશોમાં વપરાતા સ્પોજ પાર્ક સિસ્ટમને અપનાવશે.
આ પ્રોજેક્ટના પાયલોટ પ્રોજેક્ટ રૂપ પહેલા વાસણા, વેજલપુર, બોડકદેવ સહિતના પાંચ સ્થળોએ આ સ્પોન્જ પાર્કનું નિર્માણ કરાશે.
સ્પોન્જ પાર્ક કેવી રીતે કામ કરે ?
ચોક્કસ સ્થાન નક્કી કરીને આ સ્પોન્જ પાર્ક તૈયાર કરવામાં આવે છે.
ત્યાર બાદ શહેરના રોડ રસ્તા પર જ્યાં વરસાદી પાણી ભરાઈ રહેતું હોય છે. તેવી જગ્યા એ ચોક્કસ પ્રકારની પાઇપ લાઇન નાખી તેને આ સ્પોન્જ પાર્ક સાથે જોડવામાં આવે છે.
વરસાદી પાણી રોડ રસ્તા પરથી અહિં સ્પોન્જ પાર્કમાં એકત્ર થશે.
અને થોડા સમય બાદ આ પાણી એની જાતે ભુ-ગર્ભમાં ઉતરી જશે.
સ્પોન્જ પાર્ક એક પ્રકારે ગાર્ડન જેવુ જ હોય છે. જે ઉનાળા અને શિયાળ માટે લોકો માટે જાહેર સ્થળ હોય છે. પણ ચોમાસામાં તેને લોકો માટે બંધ કરી દેવામાં આવે છે. કારણ કે ત્યાં વરસાદી પાણી એકત્ર થયેલ હોય છે.
શહેરમાં સ્પોન્જ પાર્ક પાછળ થનાર ખર્ચ :
વટવા : 1.71 કરોડ (10,600 ચો.મી.)
વાસણા : 1.42 કરોડ (3400 ચો.મી.)
વેજલપુર : 1.56 કરોડ (5800 ચો.મી.)
બોડકદેવ : 0.78 કરોડ (3100 ચો.મી.)
ઓઢવ : 0.99 કરોડ (2500 ચો.મી.)
વિદેશમાં આ પ્રોજેક્ટ દ્વારા વરસાદી પાણી ભરાવા બાબતે સારું પરિણામ મળ્યું છે. તેથી અમદાવાદ માટે આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આ સ્પોન્જ પાર્ક ભુ-જળનું સ્તર પણ ઊંચું લાવશે.