Explore

05-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)
વસંત ઋતુ

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

બેંક : ચાલુ છે.

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

05-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)

વસંત ઋતુ

બેંક : ચાલુ છે.

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 83500.00 (+0.00)
Silver ₹ 94300.00 (+0.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 80.48/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

સાબરમતીમાં થયો બ્લાસ્ટ!

Updated on 23-12-2024 11:53

અંગત અદાવતને અંજામ આપવા ઘડાયું ષડયંત્ર.

શહેરના સાબરમતી વિસ્તારમાં થયો બ્લાસ્ટ!

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં IOC રોડ પર આવેલા શિવમ-રો હાઉસમાં જાણભેદુ વ્યક્તિ દ્વારા પાર્સલ મોકલાવી બ્લાસ્ટ કરાવાયો હતો. 

ઘટના આજે સવારે 10:45 આસપાસ બની હતી, આરોપી રૂપેણ બારોટ કરીને વ્યક્તિ હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે આરોપી રૂપેણ બારોટના તેની પત્ની સાથે છુટાછેડા થયા, જે મહિલા સાથે છુટાછેડા થયા તે મહિલા જેને ત્યાં બ્લાસ્ટ થયો હતો તે બળદેવભાઈને ભાઈ માનતી હતી. 

રૂપેણ બારોટ માનતો હતો કે તેના છૂટાછેડા બળદેવભાઈના કારણે થયા છે, છૂટાછેડાની અદાવત રાખીને રૂપેણ બારોટે બદલો લેવા માટે પાર્સલ મોકલ્યું, રૂપેણ બારોટે ગૌરવ ગઢવી  અને અન્ય બે લોકોને પાર્સલ આપવા મોકલ્યા હતા, જો કે ગૌરવ સાથે રહેલા 2 લોકો ભાગી જતા પોલીસે તેને પકડવા તજવીજ હાથ ધરી છે.

હાલ તમામ પોલીસ અને અધિકારીઓ તથા ATS સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને તમામ તપાસ હાથ ધરી.

ઘટનામાં 3 લોકોને ઇજા થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. 

 

ઘટનાની વધુ તપાસ

આ ઘટનાની વધુ તપાસ બાદ વધુ એક એમ કુલ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરાઇ. 

ઘટનાની વધુ તપાસ બાદ જાણવા મળ્યું કે આરોપી યુ-ટ્યુબ પરથી વિડીયો જોઈને આ બોમ્બ બનાવતા શીખ્યો હતો. અને બંદૂક બનાવતા પણ તે યુ-ટ્યુબ પરથી જ શીખ્યો હતો. 

ઝોન-2 ડીસીપી ભરત કુમારના નિવેદન મુજબ આરોપીને શંકા હતી કે તેની પત્ની અને બળદેવભાઈ( જેમના ઘરે આરોપીએ બ્લાસ્ટ કરાવ્યો) તેમના આડા સંબંધ હતા. જે વાતને ધ્યાનમાં રાખી તેણે આ ષડયંત્ર રચ્યું. 

ઘટના પહેલા બોમ્બની ચકાસણી કરવા તેમણે સાબરમતીના તટમાં જ ક્યાંક તેનું પરીક્ષણ પણ કર્યું હતું.  તથા આરોપી પાસે આ સિવાય  બીજા બે એક્ટિવ પાઇપ બોમ્બ તથા દેશી બનાવટની પિસ્તોલ જેવી ઘાતક સામગ્રી તેની ધરપકડ દરમ્યાન તેની કારમાંથી મળી આવી. જેને હાલ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે.  
 

Published by: Kunal Solanki
Published on: Dec 21, 2024
4 LIKE
SHARE
73 VIEWS

MORE NEWS