કસાઇએ કર્યો પશુપ્રેમી પર જીવલેણ હુમલો
અગાઉ 700 કિલો ગૌમાંસ પકડાવવાની અદાવત હતી!
.gif)
આજથી 3 મહિના પહેલા 700 કિલો ગૌમાંસ અડાલજ વિસ્તારમાંથી પકડાયું હતું.
એક પશુ પ્રેમી મનોજભાઈ બારિયા જે સિટીએમ વિસ્તારમાં ટુર એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે. તેઓ 12 વર્ષથી અમદાવાદમાં પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીમાં કામ કરે છે.
ગત મંગળવારના રોજ તેઓ તેમના મિત્ર સંજય સાથે પ્રાણી ક્રૂરતા અટકાવવા માટે રૂપાલી સિનેમા તરફ ગયા હતા. જ્યાં અચાનક 6 જેટલા શખ્સોએ આવીને તેમને લાકડીઓથી હુમલો કર્યો.
અગાઉ જે 700 કિલો ગૌ માંસ પકડાયું હતું તેની અદાવત રાખી કસાઈઓએ આ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું.
જે બદલ મનોજભાઈએે કારંજ પોલીસ સ્ટેશનમાં 6 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જેમાં 2ના નામ બહાર આવ્યા છે. જેમાં મોહમ્મદ હૂસ્સેન ઉર્ફે લાઇટ ઘાંચી, મુબીન ખાન પઠાણની ધરપકડ કરવામાં આવી છે.