Explore

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)
હેમંત ઋતુ

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

બેંક : ચાલુ છે.

07:17 AM
06:01 PM
-- °C

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)

હેમંત ઋતુ

બેંક : ચાલુ છે.

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

07:17 AM
06:01 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 78300.00 (-300.00)
Silver ₹ 90200.00 (-2000.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 78.98/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

ખાડિયા BBC માર્કેટમાં લિફ્ટ પડતાં યુવકનું મોત.

Updated on 29-11-2024 16:42

યુવકનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું.

અમદાવાદ ખાડિયાના BBC માર્કેટમાં દુકાનની અંદર લિફ્ટ પડવાથી ત્યાંજ કામ કરતાં યુવકનું મોત. 

ખાડિયાના BBC માર્કેટમાં બની એક દુર્ઘટના. આજ સવારે એક દુકાનમાં પર્સનલ વપરાશની લિફ્ટનો તાર તૂટતાં લિફ્ટ નીચે પડી, આ દરમિયાન દુકાનમાં કામ કરતો વ્યક્તિ તે લિફ્ટના નીચેના એરિયામાં જ કામ કરી રહ્યો હતો. કમનસીબે આ લિફ્ટનું માળખું તેની ઉપર જ પડ્યું અને ઘટના સ્થળે યુવકનું મોત નીપજ્યું.

મળતી માહિતી મુજબ તે દુકાનની પર્સનલ લિફ્ટ હતી. જ્યાં આ અકસ્માત સર્જાયો. યુવક જેનું નામ ધર્મેશ મકવાણા હતું તે લિફ્ટ પડતાં લિફ્ટના માળખા નીચે દબાઈ ગયા હતા. 

ઘટના સ્થળે ફાયરબ્રિગેડની મદદથી તે માળખું હટાવીને 20-25 મિનિટના સમય પછી તેમનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો, મૃતદેહ જટિલ રીતે દબાઈ ગયો હોવાની માહિતી મળી છે. 

મળતી માહિતી મુજબ આજે યુવકનો તે દુકાનમાં કામ કરવાનો છેલ્લો દિવસ હતો. તે આ દુકાનની નોકરી છોડી રહ્યો હતો. 

હાલ દુકાનને તંત્ર દ્વારા સીલ કરવામાં આવી છે.

Published by: Kunal Solanki
Published on: Nov 29, 2024
3 LIKE
SHARE
59 VIEWS

MORE NEWS