પોલીસને ભગાડનારના ઘર તૂટયા!
બાપુનગરમાં ફરી એક બુટલેગરના ઘરનું ડિમોલિશન.
.gif)
અમદાવાદમાં થોડા દિવસો પહેલા વાયરલ થયેલ વિડિયો કે જેમાં અસામાજિક તત્વો પોલીસની સામે થયા હતા. અને હથિયાર બતાવી પોલીસકર્મીને ત્યાંથી ભગાડી દીધા હતા. તે ઘટનાના પરિણામ સ્વરૂપ બે પોલીસકર્મી સસ્પેન્ડ કરાયા હતા.
પોલીસ તંત્રએ તે અસામાજિક તત્વોને શોધી તેમની પર કાયદેસરના ગુન્હા દાખલ કર્યા હતા. અને વધુ તપાસમાં તેઓના ઘર ગેરકાયદેસર હતા જેથી મ્યુનિ.એ તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર બાંધકામ તોડવાની પ્રક્રિયા કરી હતી.
.gif)
આજ રોજ તેજ ગુન્હામાં સામેલ મહોમદ સરવર કડવો ઉર્ફે અબ્દુલ કરીમના ઘરે અમદાવાદ પોલીસ અને મ્યુનિ.ની એસ્ટેટ વિભાગની ટીમ મણિલાલ મથુરદાસની ચાલીમાં આવી પહોંચી છે. જેની પર 15 જેટલા ગુન્હા દાખલ હતા.
જેથી તંત્રએ કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે.