AMCમાં ભરતી કૌભાંડ બહાર આવ્યું.
હેડ ક્લાર્કનો ઝોલ પકડાયો!
.png)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં કૌભાંડ થયાનું સામે આવ્યું.
ગત 18 ઓગસ્ટે લેવાયેલી ટેકનિકલ સુપરવાઇઝરની પરીક્ષા પૂરી થયાના 2 કલાક બાદ જ મ્યુનિ. દ્વારા પ્રોવિઝનલ આન્સર કી મૂકવામાં આવી હતી. ત્યાર બાદ તમામ ઉમેદવારની આન્સર શિટ તપાસ માટે યુનિવર્સિટી મોકલવામાં આવી હતી.
અહિં પેપર તપાસ થયા બાદ હેડ ક્લાર્કના કામ મુજબ તમામના રિઝલ્ટનો પ્રોપર ડેટા તૈયાર કરી શિટ મુક્વાનું હતું.
ત્યાં અહિંના હેડ ક્લાર્ક નામે પુલકિત સથવારે અહિં 3 ઉમેદવારોની માર્કશીટ સાથે ચેડા કર્યા હતા.
આ 3 વિધાર્થીના 18-20 માર્કસને ચાર-પાંચ ઘણા વધારી દીધા.
1) તમન્નાકુમારી દિનેશભાઇ પટેલ-અમદાવાદ
2) મોનલ હિરેન લીંબચીયા-અમદાવાદ
3) જય અશોકભાઇ પટેલ-કડી
આ પરીક્ષામાં મેરીટ અનુસાર 93 લોકો પાસ થયા હતા. જેમની ભરતી કરવામાં આવનાર હતી. તેમાંથી આ લોકોના માર્કસ મેરીટની સાથે આવે એ રીતે માર્ક ગોઠવી દીધા હતા. અને રિઝલ્ટના કાગળ પર યુનિવર્સિટીના સહી સિક્કા પણ કરાવી દીધા હતા.
કૌભાંડની જાણ કેવી રીતે થઈ ?
કૌભાંડમાં સુધારવામાં આવેલા એકના માર્કસ જે નામે તમન્નાકુમારીના કોઈ પરિચિત વ્યક્તિએ પ્રોવિઝનલ આન્સર કી આવ્યા બાદ જ્યારે સાથે મળી પેપર ચકાસ્યુ હતું ત્યારે તમન્નાકુમારીના માર્કસ 18-20 થતાં હતા. અને જ્યારે પરિણામ આવ્યું ત્યારે 85-90 થઈ ગયા હતા. આ બાબતે શંકા જતાં નાપાસ ઉમેદવારે તેની પાસેની આન્સર શિટ સાથે મ્યુનિ. કમિશનરને પત્ર દ્વારા જાણ કરી હતી. ત્યાર બાદ સમગ્ર ઘટના સામે આવી.
ઘટના બાદ ડે.મેયર જતીન પટેલનું નિવેદન સામે આવ્યું કે છેલ્લા બે વર્ષ દરમિયાન લેવાયેલ તમામ પરીક્ષાના પરિણામોની તપાસ કરવામાં આવશે.
કૌભાંડ બહાર આવ્યા બાદ હેડ ક્લાર્કને સસ્પેન્ડ કરી તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.