હિંન્દુ રક્ષા માટે અમદાવાદમાં લોકો રોડ પર ઉતર્યા!
વિશાળ માનવ સાંકળ બનાવી! બાંગ્લાદેશી સરકારને જગાડવા માટે પ્રયાસ.
ગઈ કાલે તારીખ 10 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસે અમદાવાદના વલ્લભસદન ખાતે હિંન્દુ સમિતિઓ તથા ભાજપ કાર્યકરો દ્વારા બાંગ્લાદેશમાં હિંન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં વિશાળ માનવ સાંકળ બનાવી વિરોધ નોંધાવ્યો હતો.
બાંગ્લાદેશમાં થોડા દિવસ પહેલા જ થયેલા બળવાઓ તથા સત્તાપલટ થયા પછી હિંન્દુ કોમ્યુનિટી પર અત્યાચારો વધી ગયા છે. હિંન્દુ પરિવારોના ઘર સળગાવવા, મંદિરો તોડી પાડવા, હિંન્દુ દેવી-દેવતાના અપમાન જનક દ્રશ્યો સામે આવવા, હિંન્દુ છોકરીઓના બળાત્કાર વગેરે જેવી ઘટનાઓ બાંગ્લાદેશમાં સામે આવી છે. આ દેખતા સમગ્ર ભારતમાં આ ઘટનાનો વિરોધ જોવા મળ્યો છે. દેશભરના હિંન્દુ સંગઠનો, સામાજિક સંસ્થાઓ, રાજકીય પક્ષોએ ઠેર ઠેર બાંગ્લાદેશ વિરોધી નારા લગાવ્યા છે અને વિરોધ પ્રદર્શન કર્યા છે.
બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિરના ચિન્મય પ્રભુજીને બાંગ્લાદેશી સરકારે હિરાસતમાં રાખ્યા છે. જેને લઈને અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે હિંન્દુ રક્ષા સમિતિ, RSS, તેમજ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિતના લોકોએ સભા સંબોધી અને વિરોધ નોંધાવ્યો હતો.
આ ઉપરાંત ઘણા રાજકીય નેતાઓ તથા પક્ષ અને વિવિધ રાજ્યના મંત્રી મંડળ સહિતના લોકોએ બાંગ્લાદેશ સામે વિરોધ વ્યક્ત કર્યો છે.