અસારવા થી ઉદયપુર વંદે ભારત મળશે!
ટ્રેનનો સમય સાંજનો! પ્રવાસીઓમાં મૂંઝવણ

અમદાવાદના રેલ્વે ડિવિઝનને મળશે વધુ એક વંદે ભારત ટ્રેન.
આગામી દિવસોમાં અમદાવાદથી ઉદયપુર જતાં લોકોમાં વંદે ભારત ટ્રેનની સુવિધા મળી રહેશે.
વંદે ભારત ટ્રેન ઉદયપુરથી સવારે 6:10 કલાકે ઉપડ્શે અને સવારે 10:25 કલાકે અમદાવાદ પહોંચી જશે.
તે જ રીતે અસારવાથી સાંજે 5:45 કલાકે ઉપડ્શે તો રાત્રે 10 કલાકે ટ્રેન ઉદયપુર પહોંચી જશે.
ફેબ્રુઆરી માસથી આ ટ્રેન શરૂ થવાની તૈયારીઓ બતાવાઇ છે. થોડા સમય પહેલા જ આ રુટનું ઇલેકટ્રીફિકેશનનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. તથા અન્ય ઇલેક્ટ્રીક એન્જિન દોડાવવામાં આવી રહ્યું છે.

પરંતુ જાહેર જનતાની સુવિધા માટે ઉપલબ્ધ કરવામાં આવનારી આ વંદે ભારત ટ્રેન માટે જનતાની મુંજવણએ છે કે જો અમદાવાદથી ટ્રેન સાંજે ઉપડે અને રાત્રે પહોંચે તો પ્રવાસન હેતુ ગયેલા તમામ લોકોએ હોટેલ વગેરે માટે એક રાત્રિનું ભાડું વધારે અને નકામું ચૂકવું પડશે.
અહિં મોટે ભાગે ગુજરાતી લોકો પ્રવાસ અર્થે જ ઉદયપુર જેવી ફરવાની જગ્યા પર જતાં હોય છે.
પરંતુ જો સવારે અમદાવાદ થી ઉદયપુરની સુવિધા મળે તો તે ઉત્તમ અને ઉપયોગી નિવળશે.