3 રુટ પર ડબલડેકર AMTS બસ બંધ!
પેસેન્જર્સ ઓછા હોવાથી બંધ કરાઈ

અમદાવાદ AMTSમાં શરૂ કરાયેલ ડબલ ડેકર બસને 3 રુટ પર બંધ કરવામાં આવી
આ રુટ પર ડબલડેકર AMTS બસ બંધ કરેલ છે
➤ લાલદરવાજા થી વસ્ત્રાલ ગામ (રુટ ન. 142)
➤ ઇસનપુર થી રાણીપ (રુટ નં. 13-1)
➤ વિવેકાનંદનગર થી ઘુમા ગામ (રુટ નં. 151)
આ રુટ પર ડબલડેકર ચાલુ જ રહેશે
➤ લાલદરવાજા થી શિલજ (રુટ ન. 51)
➤ વાસણા થી ચાંદખેડા (રુટ ન. 401)
➤ સારંગપૂર થી સિંગરવા ગામ (રુટ ન. 150)
➤ નરોડા થી લાંભા ક્રોસ રોડ (રુટ ન. 130)
શહેરમાં AMTS દ્વારા અગાઉ 7 બસો 7 અલગ-અલગ રુટ પર શરૂ કરવામાં આવી હતી. પરંતુ હવે 3 રુટ પર બસો બંધ કરી દેવાઈ છે.
આ બસ બંધ થવાનું કારણ આ રુટ પર ઓછા પેસેન્જર્સ હોવાનું સામે આવ્યું છે.
આ બસને હવે અન્ય રુટ પર શરૂ કરવામાં આવશે.
આ ડબલડેકર બસ A.C વાળી હોવાથી ઉનાળામાં તેની માંગ વધશે.