પ્રી-વેડીંગ ફોટોશૂટ માટે મળશે નવા બેકગ્રાઉન્ડ!
AMC કપલ્સને ફોટોશૂટ માટે ઐતિહાસિક વાવ ભાડે આપશે.
દેશમાં વધી રહેલા પ્રિ-વેડિંગ ફોટોશૂટના ક્રેઝને વધારે સુંદર બનાવવા હવે મ્યુનિ. ભાડે આપશે અમદાવાદની ઐતિહાસિક હેરિટેજ વાવ.
રિવરફ્રન્ટ તથા કેટલાય વિસ્તારોમાં લગ્ન ગ્રંથિએ બંધાવા જઈ રહ્યા હોય તેવા કપલ્સ ફોટોશૂટ માટે આવતા હોય છે. આવ કપલ્સને એક આકર્ષક બેકગ્રાઉન્ડ મળે તે સાથે મ્યુનિ.ની આવક પણ વધે તેવા હેતુથી મ્યુનિસિપલ કોર્પોરેશન હવે આવા કપલ્સને ચોક્કસ ભાડું નક્કી કરીને અમદાવાદની 5 જેટલી વાવ ભાડે આપશે.
શહેરમાં હાલ 20 જેટલી વાવ હયાત છે. જેમાની મોટે ભાગે સેન્ટ્રલ ગવર્મેન્ટના પુરાતત્વ વિભાગ અંતર્ગત આવેલી છે. જેમાં મ્યુનિ. કોઈ હસ્તક્ષેપ કરી શકે નહી, પરતું તેમાંથી બાકાત રહેલી વાવ જે મ્યુનિ.ના હસ્તગત છે તેમાંની 5 વાવ મ્યુનિ. પ્રિ-વેડિંગ ફોટોશૂટ માટે ભાડે આપશે.
પ્રિ-વેડિંગ ફોટોશૂટ માટે આ વાવ ભાડે અપાશે.
1) જેસંગભાઈની વાડીની વાવ (ઘીકાંટા)
2) મહાદેવ મંદિરવાળી વાવ
3) ગોસાજીની હવેલીની વાવ (દોશીવાડાની પોળ)
4) રિલીફ રોડવાળી વાવ
5) અમૃત વરણી વાવ (પાંચકુંવા)
જે વાવ પર સૌથી સરસ શૂટિંગ થઈ શકશે! તેવી વાવની યાદી નક્કી કરાઈને ચોક્કસ ભાડાની રકમ નક્કી કરી આવનાર દિવસોમાં તેને પ્રિ-વેડિંગ ફોટોશૂટ માટે ભાડે અપાશે.