AMC અધિકારીઓની કામચોરીથી કમિશનર નારાજ
ઈજનેરોને ખરાબ કામ બદલ ઠપકો, કામ કરો નહીંતો કાઢી મૂકીશું.
અમદાવાદમાં ચોમાસા બાદ ખરાબ થયેલ રોડ રસ્તા અને ફૂટપાથની કામગીરી જોઈ કમિશનર ગરમ થયા.
શહેરમાં ઠેર ઠેર ખખડી ગયેલા રોડ રસ્તા અને ફૂટપાથના રિનોવેશન કામગીરીની મંદ ગતિ અને કામની ગુણવત્તા બદલ રિવ્યુ બેઠકમાં કમિશનરે ઇજનેરોની બરાબર ખબર લીધી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિવ્યુ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે થલતેજ અને બોડકદેવ વિસ્તારના ફૂટપાથ અને રોડ રસ્તાની કામગીરી જોઈ તેમણે ભારે નારાજગી વ્યક્ત કરી હતી, આ પ્રકારની કામગીરી અને કામગીરી કરાવનાર ઇજનેરો ન જોઈએ તેવી રીતે જાટકણી કરી હતી.
કોમર્શિયલ અને રેસિડેન્ટ પ્રોપર્ટી નજીક ફૂટપાથની હાલત ખરાબ જોવા મળી હતી, કમિશનરે આઈ.આર વિભાગને આવા ઈજનેરોને તત્કાલ દૂર કરવા સૂચન કર્યું હતું; આ પાછળ તેમનું વલણ હતું, કે કેવી રીતે આ ઇજનેરો પાસેથી કામ લેવું.
તૂટેલા રોડ રસ્તાની કામગીરી પર પ્રશ્ન ઉઠાવતા વિરોધ પક્ષના નેતા શહેજાદખાન પઠાણે વિરોધ કરતાં કહ્યું; અધિકારીઓ ફક્ત તારીખો આપી રહ્યા છે; પહેલા નવરાત્રીમાં કરવાના હતા, ત્યાર બાદ દિવાળી પછી કરવાના હતા, પછી દેવ દિવાળી, હજી કામ થયું નથી. ક્યારે કામ થશે! કોઈ નક્કી તારીખ આપો ?
તેમજ AIMIM પાર્ટીના કોર્પોરેટેર જૈનમબેન શેખે, મેયર તરફ પત્રો ફેંકતા કહ્યું કે "અમે તમને પ્રજાની મુશ્કેલીઓના પત્ર લખી મોકલીએ છીએ, લવ લેટેર નહીં". મકતમપુરામાં છેલ્લા 4 વર્ષથી જનતાના પ્રશ્નોના ઉકેલ માટે અમે પત્ર દ્વારા ફરિયાદ મોકલી રહ્યા છીએ, પરંતુ અમારા કામ થયા જ નહીં! ક્યારે મળશે જવાબ ?
આવા સ્ટેટમેન્ટ બાદ મેયરે બોર્ડની બેઠક પૂર્ણ કરી દીધી.