હવે મિલકતનો પહેલો માલિક બિલ્ડર જ ગણાશે!
મ્યુનિ.ની રેવન્યુ કમિટીમાં લેવાયો નિર્ણય

અમદાવાદમાં હવે પછી બનતી તમામ પ્રકારની નવી મિલકતમાં ફર્સ્ટ ઓનર બિલ્ડર પોતે જ હશે.
હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવેન્યુ કમિટીની બેઠકમાં નવો ઠરાવ થયો છે. જેમાં નવી મિલકતો અંગે બિલ્ડરને જ મિલકતનો પ્રથમ માલિક કહેવાશે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ કલેક્શનમાં મિલકતની ટ્રાન્સફર ફીમાં છબરડા જોવા મળ્યા હતા. જેથી કમિટીએ આ પ્રકારનો ઠરાવ કર્યો છે.
જે-તે સમયે બનેલીમાં બિલ્ડિંગ યુઝ સમયે બિલ્ડર દ્વારા 25% થી 30% મિલકતની ટ્રાન્સફર ફી ભરી દેવામાં આવતી હોય છે. પછી મિલકત ખરીદનાર જ્યારે મિલકત ખરીદે ત્યારે ટ્રાન્સફર ફી ન ભરતા હોય તેવા કીસ્સાઓ સામે આવ્યા છે. જેથી ટેક્સ કલેક્શનમા પણ અડચણ સર્જાય છે. જેથી મ્યુનિ.ની રેવેન્યુ કમિટીએ પહેલો માલિક બિલ્ડર જ ગણાશે તેવો નિર્ણય લીધો છે.
મ્યુનિ.ને નામ ટ્રાન્સફર મુદ્દે 18 કરોડ જેટલી આવક સર્જાતી હોય છે. પણ આ ઠરાવ બાદ તેમા વધારો થશે તેવી સંભાવનાઓ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કયા પ્રકારની મિલકતના નામ ટ્રાન્સફર માટેની ફી?
પ્રોપર્ટી રહેણાંક કોમર્શિયલ
25 લાખ સુધી 1,000 2,000
50 લાખ સુધી 2000 4,000
50-1.50 કરોડ સુધી 0.1 ટકા 0.2 ટકા
(દસ્તાવેજ અનુસાર) (દસ્તાવેજ અનુસાર)