31 ડિસેમ્બર પાર્ટી માટે પોલીસ તંત્ર સજાગ
દારૂ પીને નીકળેલ લોકોની ખાતેદારી માટે પોલીસ તૈયાર!

થર્ટી ફર્સ્ટની સાંજે ભીડને કંટ્રોલમાં રાખવા વાહનો માટે રસ્તા બંધ કરવા એ નવો ટોટકો!
વર્ષના આખરી દિવસે લોકો શહેરમાં પસંગીના સ્થળો જેવા કે સી.જી રોડ, સિંધુભવન રોડ, એસ.જી હાઇવે પર મિત્રો, પરિવાર સાથે એકત્ર થઈ નવા વર્ષને આવકારતા હોય છે. અને આનંદ અને ઉલ્લાસની ક્ષણોને યાદગાર બનાવતા હોય છે. પણ સામાન્ય જનતા કે અવર-જવર કરતાં લોકોને ટ્રાફિક, ભીડ તથા અસામાજિક તત્વો દ્વારા થતી અસામાજિક પ્રવૃત્તિઓનો સામનો કરવો પડે છે. પાછલાં સમયના અનુભવોથી સજાગ બની અમદાવાદ પોલીસે આ વર્ષે નવો ઉપાય ખોર્યો છે.
ક્યાં-ક્યાં રસ્તા બંધ કે નો પાર્કિંગ ઝોનમાં ?
-સી.જી રોડ વાહન વ્યવહાર માટે સાંજે 6 વાગ્યાથી બંધ કરાશે.
-સિંધુભવન રોડ બંને બાજુ રાત્રે 8 વાગ્યાથી 3 વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ કરાશે.
-પકવાન ચાર રસ્તાથી સાણંદ ચોકડી રોડ પર સાંજે 7 વાગ્યાથી રાત્રે 3 વાગ્યા સુધી વાહન ઊભું રાખી શકાશે નહીં.
-નહેરુનગર સર્કલથી શિવરંજની રોડ પર ખાનગી લકઝરી બસ પાર્ક કરી શકાશે નહીં.
-સમગ્ર એસ.જી હાઇવે પર ભારે વાહનો માટે પ્રતિબંધ.
ક્લબસ, પાર્ટી લોન્જ વગેરેને પાર્ટી આયોજન કરવા માટે અરજી કરી માંગ્યા બાદ પરવાનગી આપાઈ છે. પરંતુ અમદાવાદ પોલીસની આયોજકો અને પાર્ટીમાં આવેલા લોકો પર ચેતતિ નઝર.
આ સાથે અમદાવાદમાં કુલ 8139 જેટલા પોલીસ અધિકારીઓ તથા પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 2100 સીસીટીવી કેમેરા ઉપરાંત 2573 બોડીવોર્ન કેમેરાથી પોલીસ તંત્ર એક્ટિવ રહેશે.
મહિલાઓની સુરક્ષા માટે 50થી વધુ શી-ટીમ ફ્રી ડ્રેસમાં તહેનાત રહેશે.
ઉપરાંત દારૂપીને નીકળેલ નબીરાઓ માટે ખાસ ડ્રાઇવ. જેમા બ્રિથ એનેલાઈજર સાથે 200થી વધુ નાના-મોટા ચાર રસ્તા પર પોલીસ તંત્ર તહેનાત રહેશે. અને ગુનાહિત પ્રવૃતિ કરતાં પકડાશે તો તેમના માટે પોલીસ તંત્ર યોગ્ય ઈલાજ કરશે.