ભારતીય કોસ્ટ ગાર્ડે 5500 કિલો ડ્રગ્સ પકડયું!
Updated on 29-11-2024 14:13
અંદમાનમાંથી માછલી પકડતી બોટમાંથી મળ્યું અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ કંસાઈન્મેન્ટ.
ભારતીય સમુદ્રની હદમાં ભારતીય કોસ્ટ ગાર્ડે અંદમાન નજીક દરિયામાંથી માછલીઓ પકડતી બોટમાંથી 5500 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ ડ્રગ્સ મેથામફેટામાઇન પ્રકારનું છે. જે સંપૂર્ણ રીતે પ્રતિબંધીત છે.
હાલ આ ડ્રગ્સની બજાર કિંમત આશરે 25 હજાર કરોડ રૂપિયા છે.
કોસ્ટ ગાર્ડની ડોર્નિયર એરક્રાફ્ટ દ્વારા રૂટિન પેટ્રોલિંગ દરમિયાન બેરન આઇલેન્ડ નજીક એક બોટ જોઈ હતી, જેની પર શંકા જતાં તપાસ દરમિયાન બોટની અંદર મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
ભારતીય કોસ્ટ ગાર્ડે આ દરમિયાન બોટમાં સવાર 6 મ્યાનમારવાસીઓની ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ તેઓ પૂછપરછમાં કઇ પણ કહેતા ગભરાઈ રહ્યા છે. અને વાતચિત માટે તેઓ જે સેટેલાઈટ ફોનનો ઉપયોગ કરતાં હતા તે પણ જપ્ત કરવામાં આવ્યા છે. તેઓના જપ્ત કરાયેલા ફોન માંથી છેલ્લે વાત કરેલ હોય તેવા ડેટા શોધવા ફોનની સેવા આપનાર કંપનીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરાઇ રહ્યો છે.
અત્યાર સુધીમાં પકડાયેલ ડ્રગ કંસાઈન્મેન્ટમાંથી આ સૌથી મોટું કંસાઈન્મેન્ટ હતું.
અત્યાર સુધીમાં પકડાયેલ ડ્રગ કંસાઈન્મેન્ટમાંથી આ સૌથી મોટું કંસાઈન્મેન્ટ હતું.