તહેવારમાં એમ્બુલન્સના સાયરન વાગ્યા!
ઉત્તરાયણ પર 108ને 4947 ઇમરજન્સી કોલ આવ્યા!

ઉત્તરાયણ પર એમ્બુલન્સ 108 ઇમરજન્સી સર્વિસને 1 દિવસમાં રાજ્યભરમાંથી 4947 કોલ આવ્યા. સાંજે 6 વાગ્યા સુધીમાં 3000થી વધુ કોલ આવ્યા.
મળતી માહિતી મુજબ ગુજરાતમાં પતંગની દોરીથી 147 લોકો ઇજા ગ્રસ્ત થયા.
અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં 39 જેટલા દોરીથી ઇજા પામેલા લોકોએ સારવાર લીધી.
વધુ માહિતી મુજબ રાજ્યમાં 6 લોકોએ પતંગની દોરી સાથેના અકસ્માતમાં પોતાનો જીવ ઘુમાવ્યો.
1000થી વધુ પશુ-પક્ષી ઘાયલ થયા હતા. ઠેર ઠેર એનિમલ-બર્ડ રેસ્ક્યૂ ટીમ દોડતી થઈ.