એરપોર્ટ પર દાણચોરીના કેસ વધ્યા
છેલ્લા 10 મહિનામાં 130 કેસ નોંધાયા!

છેલ્લા 10 મહિનાની અંદર એરપોર્ટ પર દાણચોરીના 130 કેસ નોંધાયા
અમદાવાદ એરપોર્ટ પર દેશ-વિદેશથી આવતા લોકો પોતાની સાથે ઘણી વાર ગેરકાયદેસર સામાનની હેરાફેરી કરતાં હોય છે. જેમાં સોના-ચાંદીની વસ્તુઓ, ડાયમંડ, ડ્રગ્સ, ટેક્સ ડયુટી બચાવવા માટે છુપાવીને લાવતા મોબાઈલ ફોન, ઘડીયાળ વગેરે. જેને સિક્યુરિટી ચેકિંગમાં અથવા કસ્ટમ અધિકારીઓ દ્વારા પકડી પાડવામાં આવે છે.
આ વર્ષે કસ્ટમ વિભાગે ડ્રગ્સની હેરાફેરી કરતાં અથવા તો સોનાની દાણચોરી કરતાં 25 લોકોની ધરપકડ પણ કરી છે.
એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે છેલ્લા 10 મહિનાની અંદર 68 કિલો સોનું જપ્ત કર્યું છે. જેની કિમત ₹45 કરોડ થાય છે.
અગાઉ થાઈલેન્ડથી આવેલા બે પેસેન્જર પાસેથી ફૂડ પેકેટમાં છુપાવેલું ડ્રગ્સ પકડયું હતું જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત ₹20 કરોડ જેટલી થાય છે.
ઉપરાંત ફોરેન પોસ્ટમાં આવતા માલ-સામાનની તપાસ પણ વધારવામાં આવી છે. કારણ કે અગાઉ એક પાર્સલમાંથી હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો.
થોડા સમય પહેલા 3 પેસેન્જર પાસેથી US ડોલર મળી આવ્યા હતા. જેની ભારતીય કિંમત 16 લાખથી વધુ હતી. ઉપરાંત અન્ય કેસમાં ₹53 લાખથી વધુના US ડોલર પકડાયા હતા. આમ ઘણી રીતે એરપોર્ટ પર બહારથી આવેલ લોકો ગેરકાયદેસર માલ સામાન અને અન્ય વસ્તુઓ લાવતા અને લઈ જતાં હોય છે.